Gulabi Saree : આ મરાઠી ગીત પર તો આઈપીએલના ક્રિકેટર્સ પણ ઝૂમી ઉઠ્યા, તમે બનાવી રીલ?

આજકાલ ગીત રીલિઝ થાય ત્યારે લોકોને ખબર ન પડે પણ જેવી તેની સોશિયલ મીડિયા પર રિલ્સ બનવા માંડે કે લોકો ગીત સાંભળવા માંડે છે. આવા ગીતોન ભાષા કે અન્ય કોઈ સીમાડા નડતા નથી. માત્ર ફિલ્મી સ્ટાર્સ નહીં યંગસ્ટર અને નેટયુઝર્સ સાથે ક્રિકેટર્સ પણ આ ગીતો પર ઝૂમતા રીલ્સ બનાવી રહ્યા છે. આવું જ એક ગીત આજકાલ ધૂમ મચાવી રહ્યું છે. આ ગીત મરાઠી ભાષામાં છે. ગુલાબી સાડી આણિ લાલી લાલ લાલ…ગીતે માત્ર મરાઠી જાણતા કે બોલતા લોકો નહીં વિદેશી ક્રિકેટર્સને પણ ઘેલુ લગાડ્યું છે.
આ નોન-ફિલ્મી મરાઠી ગીત ગાનાર ગાયકનું નામ સંજુ રાઠોડ છે. આ ગીતમાં પણ સોશિયલ મીડિયા અને ફોટો અને સેલ્ફી લેવાની જ વાત છે. હીરો હીરોઈનને સેલ્ફી લેવા, રીલ્સ બનાવવા કહે છે. તેને હીરોઈન બનવા કહે છે. જે વાત નેટ યુઝર્સને ગમી રહી છે. સૌથી મજાની વાત તો એ છે કે આ ગીત પર મુંબઈ ઈન્ડિયન્સે પણ રીલ બનાવી છે અને તે જોરદાર વાયરલ થઈ છે.
આ ગીત પર ઘણી અભિનેત્રીઓએ પણ રીલ બનાવી શેર કરી છે, તો પછી ધક ધક ગર્લ માધુરી પણ કેમ પાછળ રહી જાય. તમે પણ જૂઓ વાયરલ વીડિયો