મેટ ગાલામાં છવાઈ મૂળ ગુજરાતી મોના પટેલ, વિદેશી સ્ટાર્સને પણ પાછળ છોડ્યા
મેટ ગાલા ઇવેન્ટમાં ભારતીય સુંદરીઓએ તેમના ગ્લેમરસ દેખાવ અને સ્ટાઇલ સ્ટેટમેન્ટથી હલચલ મચાવી હતી. પછી તે અભિનેત્રી હોય કે બિઝનેસ વુમન, દરેકની સુંદરતા જોવા જેવી હતી. ભારતીય માનુનીઓએ વિદેશી ધરતી પર પોતાના દેખાવ અને સ્ટાઈલથી ગ્લેમરની દુનિયાને આંજી દીધા હતા, પરંતુ ગુજરાતની સૌથી ચર્ચિત ફેશન ઉદ્યોગસાહસિકે દરેકને આશ્ચર્યચકિત કરી દીધા હતા.
ફેશન જગતની આ પ્રસિદ્ધ ઇવેન્ટનું આયોજન દર વર્ષએ મે મહિનામાં પહેલા સોમવારે કરવામાં આવે છે, જે ‘MET MONDAY’તરીકે ઓળખાય છે. અહીં લોકો બોલિવૂડ અભિનેત્રીના લુકની રાહ જોઇ રહ્યા હતા અને કેટલાક લોકો કઇ બિઝનેસ વુમન એન્ટ્રી લેશે તે જાણવા ઉત્સાહિત હતા. એ સમયે ગૂજરાતી મોના પટેલની એન્ટ્રી થઇ હતી. આલિયા ભટ્ટ અને ઇશા અંબાણીની જેમ તે પણ મેટ ગાલામાં છવાઇ ગઇ હતી. મોના પટેલના ડેબ્યૂ લુકે લાઇમ લાઇટ ચોરી લીધી હતી.
https://www.instagram.com/reel/C6pOIwRrUKd/?utm_source=ig_web_copy_link
મેટ ગાલા 2024 ઇવેન્ટમાં ગુજરાતી બિઝનેસવુમન મોના પટેલે ઑફ-વ્હાઇટ અને ગોલ્ડન ‘મિકેનિકલ બટરફ્લાય’ ડ્રેસ પહેર્યો હતો. આઇરિસ વેન હર્પેને આ સુંદર ડ્રેસ ડિઝાઇન કર્યો છે. જે ‘ધ ગાર્ડન ઓફ ટાઈમ’ની થીમ સાથે સંપૂર્ણ રીતે મેળ ખાતો હતો. મોના પટેલના આઉટફિટને પોપ્યુલર સ્ટાઈલિશ લો રોચે સ્ટાઈલ કર્યો હતો. તેમના આ ડ્રેસે મેટ ગાલાના ઉત્સાહીઓ અને નેટીઝન્સ બંનેના દિલ જીતી લીધા હતા.
મોના પટેલની વાત કરીએ તો ગુજરાતના વડોદરામાં જન્મેલા, પટેલ રટગર્સ યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે નાની ઉંમરે યુએસ ગયા હતા અને અંતે 2003 માં ત્યાં જ સ્થાયી થયા હતા. તેમણે ઉદ્યોગસાહસિક તરીકેની કારકિર્દી બનાવી છે. ધીમે ધીમે તેમણે એક મિલિયન ડોલરનું સામ્રાજ્ય બનાવી દીધું છે.