ગુજરાતી બ્લોકબસ્ટર લાલોઃ કૃષ્ણ સદાય સહાયતે હવે હિન્દીમાં! ₹50 લાખના બજેટવાળી ફિલ્મે ₹71 કરોડ કમાવ્યા

હાલમાં જ્યાં જુઓ ત્યાં બસ ગુજરાતી ફિલ્મ લાલોઃ કૃષ્ણ સદાય સહાયતેની ચર્ચા સાંભળવા મળી રહી છે. આ ફિલ્મે દર્શકો પર પોતાનો એવો જાદુ ચલાવ્યો છે અને બોક્સ ઓફિસ પર પણ આ ફિલ્મે દમદાર કલેક્શન કર્યું છે. ગુજરાતી દર્શકો પર પોતાનો જાદુ ચલાવ્યા બાદ હવે આ ફિલ્મ હિંદી દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે, કારણ કે આ ફિલ્મનું હિંદી ડબ્ડ વર્ઝન ટૂંક સમયમાં જ રિલીઝ થવા માટે તૈયાર છે. ચાલો જોઈએ શું છે આખી સ્ટોરી…

10મી ઓક્ટોબરના રિલીઝ ગુજરાતમાં રિલીઝ થયેલી આ ફિલ્મે શરૂઆત તો ખૂબ જ ધીમી કરી હતી, પરંતુ ત્રીજા અઠવાડિયેથી માઉથ પબ્લિસિટીને કારણે કમાલ કર્યો અને ચોથા અઠવાડિયામાં તો ફિલ્મ બ્લોક બસ્ટર સાબિત થઈ ગઈ હતી. ફિલ્મની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આ પહેલી ગુજરાતી ફિલ્મ બની જેણે એક જ દિવસમાં પાંચ કરોડ રૂપિયાથી વધારાનો કારોબાદ કર્યો હતો. આ ઉપલબ્ધિ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઈતિહાસમાં એક માઈલના પથ્થર સમાન છે.

હવે મેકર્સ ફિલ્મની ડબિંગ પર કામ કરી રહ્યા છે અને લગભગ આ ફિલ્મની ડબિંગ કમ્પલિટ થઈ ચૂકી છે. આ સિવાય ટીમ સેન્સર સર્ટિફિકેટ મેળવવા પર પણ ફોકસ કરી રહી છે. ટૂંક સમયમાં જ ઓફિશિયલી આ ફિલ્મની રીલિઝ ડેટ જાહેર કરવામાં આવશે. જોકે, એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર જ આ જ મહિનાની 28મી તારીખે ફિલ્મનું હિંદી વર્ઝન રીલિઝ કરવામાં આવશે. જોકે, ટીમ દ્વારા હજી સુધી આની કોઈ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરવામાં આવી નથી.

ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો 50 લાખ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે અત્યાર સુધીમાં 71 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે અને એવી આશા વ્યક્ત કરાઈ રહી છે કે આ ફિલ્મ 100 કરોડના ક્લબમાં એન્ટ્રી લેશે. આ કોઈ પણ ગુજરાતી ફિલ્મ માટે એક અદ્ભૂત સફળતા છે.

આ ફિલ્મની કાસ્ટ વિશે વાત કરીએ તો તેમાં રીવા રાચ્છ, શ્રુહદ ગોસ્વામી, કરણ જોશી, અનુજ જોશી અને કિન્નલ નાયકે કામ કર્યું છે. ફિલ્મનું ડિરેક્શન અંકિત સકિયાએ ડિરેક્ટ કર્યું છે. ફિલ્મના ક્રુ મેમ્બર્સની સખત મહેનત, વિઝન અને હૃદયસ્પર્શી નેરેટિવને કારણે આ ફિલ્મ એક માસ્ટપીસ બની ગઈ છે.



