મનોરંજન

ડિવોર્સ પર ગોવિંદાની પત્ની સુનિતા આહુજાએ આપ્યું ચોંકાવનારું નિવેદન

બોલીવૂડના હીરો નંબર વન એટલે કે ગોવિંદા અને તેમની પત્ની સુનિતા આહુજાના ડિવોર્સના સમાચારે ફેન્સના દિલ તોડી દીધા હતા અને તેઓ ટેન્શનમાં આવી ગયા હતા. જોકે, થોડાક સમય પહેલાં જ ગોવિંદા વકીલે જણાવ્યું હતું કે બંને વચ્ચે બધુ બરાબર છે, પણ કપલે આ વિશે ઓફિશિયલી કોઈ સ્ટેટમેન્ટ આપ્યું નહોતું. પરંતુ હવે સુનિતાએ આ મામલે પોતાની ચૂપકીદી તોડી છે અને જણાવ્યું હતું કે મને ખ્યાલ છે કે લોકો મારા વિશે શું વિચારે છે? સુનિતાનું આ સ્ટેટમેન્ટ ખૂબ જ વાઈરલ થઈ રહ્યું છે. આવો જોઈએ આખરે સુનિતાએ આવું કેમ અને કોના માટે કહ્યું છે-

સુનિતાએ હાલમાં જ એક ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે મારા અને ગોવિંદા વચ્ચે ચાલી રહેલાં તણાવને કારણે મને ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે. એટલું જ નહીં પણ સુનિતાએ તો ત્યાં સુધી કહ્યું હતું કે લોકો મારા વિશે નેગેટિવ વાતો કરી રહ્યા છે, પણ હું એના પર ખાસ ધ્યાન નથી આપી રહી. પોઝિટિવ છે કે નેગેટિવ છે એ મને નથી ખબર. પોઝિટિવ છે એ મને ખબર છે. મને એવું લાગે છે કે શ્વાન તો ભસતા રહેશે.

આ પણ વાંચો: કૉમેડીમાં એક્કો ગોવિંદા જાહેરમાં કોની માટે આટલો રડી રહ્યો છે?

સુનિતાએ લોકોને પણ કહ્યું હતું કે તેઓ ડિવોર્સની વાત પર એટલું ધ્યાન ના આપે. સુનિતાએ ગોવિંદાના ફેન્સને એવી અપીલ પણ કરી હતી કે તેઓ આ પ્રકારની કોઈ પણ અફવાઓ પર ધ્યાન ના આપે. જ્યાં સુધી તમે ગોવિંદા કે મારા મોઢે ના સાંભળી લો ત્યાં સુધી તમારે એના પર વિશ્વાસ કરવાની જરૂર નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે ગોવિંદા અને સુનિતાના ડિવોર્સની વાતો સામે આવી હતી ત્યારે તેમના વકીલે જણાવ્યું હતું કે સુનિતાએ છ મહિના પહેલાં ડિવોર્સ માટે અરજી કરી હતી, પરંતુ હવે તેમની વચ્ચે બધું બરાબર છે. વકીલે એવું પણ જણાવ્યું હતું કે તેઓ ન્યુ યર માટે નેપાળ ગયા હતા અને પશુપતિનાથ મંદિરમાં સાથે પૂજા પણ કરી હતી. કપલ માટે આવી વાતો થતી રહે છે, પણ તેઓ મજબૂતી સાથે આગળ વધી રહ્યા છે અને હંમેશા સાથે રહેશે.

આ પણ વાંચો: ગોવિંદા સાથે છૂટાછેડાની અટકળો વચ્ચે પત્નીની હવે પોસ્ટ થઈ વાયરલ

જોકે, આ પહેલાં જ એક કાર્યક્રમમાં સુનિતાએ ગોવિંદા પોતાના પરિવારથી અલગ રહે છે એ બાબતે હિન્ટ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે તેઓ અને તેમના બે સંતાનો ફ્લેટમાં રહે છે, જ્યારે ગોવિંદા બંગલામાં રહે છે. અલગ અલગ રહીએ છીએ, અમારી પાસે બે ઘર છે. ફ્લેટમાં મારું મંદિર અને મારા બાળકો છો. જોકે, બાદમાં સુનિતાએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે લોકોને મળવાનું અને કામ માટે તેઓ બીજા ફ્લેટમાં અલગ રહે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button