આ અભિનેત્રી સાથેનો અફેર ગોવિંદા અને સુનીતાના જીવનમાં લાવ્યો તો ભૂકંપ, પણ… | મુંબઈ સમાચાર
મનોરંજન

આ અભિનેત્રી સાથેનો અફેર ગોવિંદા અને સુનીતાના જીવનમાં લાવ્યો તો ભૂકંપ, પણ…

હાલમાં ગોવિંદા અને તેની પત્ની સુનીતા વચ્ચેના સંબંધો લગભગ તૂટવાને આરે હોવાની ખબરોએ જોર પકડ્યું છે. ગોવિંદા અને સુનીતાનું 37 વર્ષનું લગ્નજીવન એકાદ વર્ષથી વિવાદોમાં છે. સુનીતા અલગ રહેતી હોવાનો, ડિવોર્સ ફાઈલ કર્યા હોવાનો, ગોવિંદા અત્યાચાર ગુજારતો હોવાનો અને હવે ગોવિંદાને કોઈ મરાઠી અભિનેત્રી સાથે અફેર હોવાની ચર્ચાએ બન્નેના જીવનમાં ભુકંપ લાવી દીધો છે.

ત્યારે ગોવિંદાની પર્સનલ લાઈફનો આ પહેલો કિસ્સો નથી જે છાપરે ચડ્યો છે અને છાપે પણ ચડ્યો છે. ગોવિંદાની પર્સનલ લાઈફની વાત કરીએ તો તેની કૉ-સ્ટાર અને સૌથી વધારે જેની સાથે જોડી જામી તે નિલમ કોઠારી સાથે ગોવિંદાની રિલેશનશિપ લાંબી ચાલી હોવાની વાત છે.

ફિલ્મ શોલા ઔર શબનમ સમયે દિવ્યા ભારતી અને ગોવિંદા વચ્ચે પણ દોસ્તીથી કંઈક આગળ હોવાની ચર્ચાઓ ચાલી હતી. આ સાથે માધુરી દીક્ષિત અને રવિના ટંડન સાથે પણ ગોવિંદાના અફેરની ચર્ચા જોરશોરથી થઈ હતી, પરંતુ આ સંબંધો ટક્યા નહીં અને તે દરમિયાન ગોવિંદા ને સુનીતાનું લગ્નજીવન ઉતાર-ચડાવ વચ્ચે પણ ટકી રહ્યું.

આપણ વાંચો: ગોવિંદા-સુનિતાના સંબંધોનો અંત? સુનિતા આહુજાએ છૂટાછેડા માટે અરજી કરી

ગોવિંદાના હોટેલ સ્કેન્ડલે સુનીતાને હચમચાવી નાખી

ગોવિંદાએ પોતાની કરિયરમાં જે અભિનેત્રીઓ સાથે કામ કર્યું તેમાંથી ઘણા સાથે તેનું નામ ચર્ચાયું, પરંતુ એક અભિનેત્રી સાથેનાં તેના સંબંધોએ તેનું લગ્નજીવન જોખમમાં મૂકી દીધું હતું.

આ વાત છે ફિલ્મ હદ કરદી આપનેના શૂટિંગની અને અભિનેત્રીનું નામ છે રાની મુખરજી. કુ છ કુછ હોતા હૈ, હેલ્લો બ્રધર ફિલ્મ કરીને બોલીવૂડમાં પગ જમાવતી રાની મુખરજીએ ગોવિંદા સાથે હદ કરદી આપને ફિલ્મ કરી. આ ફિલ્મનું ઘણુંખરું શૂટિંગ વિદેશોમાં થયું.

શૂટિંગ દરમિયાન ગોવિંદા અને રાની એકબીજાની નજીક આવી ગયા હોવાની ચર્ચા તો ચાલી, પણ કોઈ જર્નાલિસ્ટે તેઓ એક જ હોટેલરૂમ શેર કરતા હોવાનો રિપોર્ટ પણ છાપ્યો. તેમાં વળી રાની મુખરજીએ એક ઈન્ટરવ્યુમાં ગોવિંદાને ગ્રેટ હમદર્દ કહ્યો.

આ બધું પેજ થ્રી પર રોજ પિરસાતું રહ્યું અને તે સમયે ગોવિંદા અને સુનીતાનું લગ્નજીવન તૂટવાની અણીએ આવ્યું. પણ બન્નેએ આ સ્થિતિને મેનેજ કરી. તેમણે તેમના સંબંધો નવેસરથી શરૂ કર્યા અને વધુ મજબૂત કપલ થઈને બન્ને બહાર આવ્યા, તેના સાક્ષી ઈન્ડસ્ટ્રીના ઘણા લોકો છે.

જોકે હવે ફરી તેમના જીવનમાં ભુકંપ આવ્યો છે ત્યારે આ વખતે તેમનું લગ્નજીવન કેવો વળાંક લે છે તે કહેવું મુશ્કેલ છે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button