ગોવિંદાની પત્ની સુનિતા સાથે ફલર્ટ કરતો દેખાયો આ અભિનેતા, ઉંમરનો તફાવત જોઈને તો..

હાલમાં બોલીવૂડના રાજાભૈયા એટલે કે ગોવિંદા પત્ની સુનિતા આહુજા ડિવોર્સના સમાચારને કારણે ચર્ચામાં આવી રહ્યા છે. હવે આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં સુનિતા આહુજા સાથે અડધી ઉંમરનો એક્ટર ફલર્ટ કરતો જોવા મળી રહ્યો છે. આવો જોઈએ કોણ છે આ એક્ટર અને શું છે આખી સ્ટોરી-
વાત જાણે એમ છે કે હાલમાં જ સુનિતા આહુજા કપલ્સ રિયાલિટી ટીવી શો પતિ, પત્ની ઔર પંગામાં પહોંચ્યા હતા. હવે સુનિતા કોઈ શો પર જાય અને ધમાલ ના થાય એવું તો કઈ રીતે બને. સુનિતાએ આ શોમાં દર્શકોને ખૂબ જ એન્ટરટેન કર્યા હતા અને કપલ્સ વચ્ચે રિયાલિટી ટેસ્ટ પણ કરાવડાવી હતી.
આપણ વાંચો: ડિવોર્સની અફવાઓ પર ગોવિંદાની પત્ની સુનિતા આહુજાનો સ્ફોટક ખુલાસો, વીડિયો થયો વાઈરલ…
આ જ શો પર ટીવી એક્ટર અભિષેક કુમાર સુનિતા આહુજા સાથે ફ્લર્ટ કરતો જોવા મળ્યો હતો. શોનો પ્રોમો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં અભિષેક સુનિતા સાથે ફલર્ટ કરતો જોવા મળ્યો હતો. બંને વચ્ચેની મસ્તી એકદમ જોવાલાયક હતી. સુનિતાને જોતા જ અભિષેકની અંદરનો રોમિયો જાગી ગયો અને તે ટશન મારવા લાગે છે, સુનિતાને પટાવવાની કોશિષ કરે છે.
અભિષેકને તો એવું કહેતા પણ સાંભળવા મળ્યો હતો કે હવે તેને બસ સુનિતા જ જોઈએ છે. આ જોઈને સુનિતા કહે છે કે તું સિંગલ છે? તને એજની કોઈ સમસ્યા તો નથી ને? જવાબમાં અભિષેકે જણાવ્યું હતું કે એજનું શું છે, હું 21 વર્ષનો છું અને તમે 19 વર્ષના છો. અભિષેકની આ ફલર્ટી સાઈડ જોઈને ત્યાં હાજર સેલેબ્સ પણ ખડખડાટ હસી પડ્યા હતા.
જોકે, અભિષેકની બોલતી બંધ કરવા માટે સુનિતાએ મહેણુ મારતા કહ્યું હતું કે આને કહેવાય કૂતરાની પૂંછડી વાંકીને વાંકી જ રહે છે, તે ક્યારેય સીધી નથી થતી, આ જવાબ સાંભળીને અભિષેક હસવા લાગે છે. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…