ગોવિંદા-સુનિતાના સંબંધોનો અંત? સુનિતા આહુજાએ છૂટાછેડા માટે અરજી કરી

મુંબઈઃ મુંબઈ મહાનગરીમાં દર વર્ષે એક સેલિબ્રિટી દંપતી જાણે છૂટાછેડાનું ભોગ બની રહ્યું છે, જેમાં જાણીતા ક્રિકેટરનું નામ ચોક્કસ લઈ શકાય, પણ હવે જાણીતા અભિનેતા કમ ડાન્સર ગોવિંદાનું નામ લેવામાં આવી રહ્યું છે. સુનિતા આહુજા અને ગોવિંદના છૂટાછેડા અંગેની અફવાઓ ઘણા સમયથી ચાલી રહી છે. તાજેતરમાં સુનિતાએ એક વ્લોગમાં ગોવિંદા સાથેના છૂટાછેડાની અફવાઓ વિશે વાત કર્યા પછી તે ફરી ચર્ચામાં આવી છે. મીડિયાના અહેવાલ મુજબ સુનિતા આહુજાએ બાંદ્રા ફેમિલી કોર્ટમાં ‘વ્યભિચાર, ક્રૂરતા અને નૈતિક ફરજ પ્રત્યે બેદરકારી’ના આધારે છૂટાછેડા માટે અરજી કરી છે.
મળતા અહેવાલ મુજબ સુનિતા આહુજાએ હિન્દુ લગ્ન અધિનિયમ 1955ની કલમ 13 (1) (i), (ia), (ib) હેઠળ છૂટાછેડા માટે અરજી કરી છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કોર્ટે 25 મેના રોજ ગોવિંદાને સમન્સ પાઠવ્યું હતું અને જૂનથી બંને બાબતનો નિવેડો લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સુનિતા કોર્ટમાં સમયસર હાજર રહે છે, પરંતુ ગોવિંદા ગુમ છે.
આ પણ વાંચો: ગોવિંદા સાથેના ડિવોર્સને લઈને સુનિતાએ આપ્યું ચોંકાવનારું નિવેદન…
સુનિતા આહુજા તેના તાજેતરના વ્લોગમાં તેના છૂટાછેડાની અફવાઓ પર ચર્ચા કરતી જોવા મળી હતી. વ્લોગમાં તે એક મંદિરની મુલાકાત લેતી જોવા મળી હતી, જ્યાં પૂજારી સાથે વાત કરતી વખતે તેણે કહ્યું હતું કે તે બાળપણથી જ મહાલક્ષ્મી મંદિરની મુલાકાત લે છે. એ વખતે તે રડી પડી અને કહ્યું હતું કે જ્યારે હું ગોવિંદાને મળી, ત્યારે મેં માતા પાસે ઈચ્છા વ્યક્ત કરી કે મારે તેની સાથે લગ્ન કરવા છે અને સારું જીવન જીવવું છે.
માતાએ મારી બધી ઇચ્છાઓ પૂરી કરી તેમણે અમને બે બાળકો પણ આપ્યા. પરંતુ જીવનમાં દરેક વસ્તુ સરળ નથી હોતી, હંમેશા ઉતાર-ચઢાવ આવતા રહે છે. છતાં, મને માતાજીમાં એટલી શ્રદ્ધા છે કે આજે હું જે કંઈ જોઈ રહી છું, હું જાણું છું કે જે કોઈ પણ મારું ઘર તોડવાનો પ્રયાસ કરે છે, મા કાલી ત્યાં છે અને બધું જોઈ રહ્યા છે.’
આ પણ વાંચો: ગોવિંદાના જીવનની આ સિક્રેટ વાતથી તમે અજાણ હશો, જાણો શોકિંગ કિસ્સો!
સુનિતાએ આગળ કહ્યું હતું કે એક સારા સ્ત્રીપુરુષ ને દુઃખ આપવું યોગ્ય નથી. હું દેવીના ત્રણેય સ્વરૂપોને ખૂબ પ્રેમ કરું છું. પરિસ્થિતિ ગમે તે હોય, જે કોઈ મારા પરિવારને તોડવાનો પ્રયાસ કરશે, મા તેમને માફ નહીં કરે. આ વર્ષે ફેબ્રુઆરીમાં ઘણા મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે ગોવિંદા અને સુનિતા આહુજાએ મતભેદો અને અલગ જીવનશૈલીને કારણે અલગ થવાનો નિર્ણય લીધો છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે ગોવિંદાની 30 વર્ષીય મરાઠી અભિનેત્રી સાથે વધતી જતી નિકટતા તેમના કથિત અલગ થવાનું મુખ્ય કારણ હોવાનું કહેવાય છે.
પાછળથી તેમના વકીલ લલિત બિંદલ, જે અભિનેતાના પારિવારિક મિત્ર પણ છે કહ્યું કે, ભલે આ દંપતીએ છ મહિના પહેલા છૂટાછેડા માટે અરજી કરી હતી, પરંતુ તેઓ ફરીથી સાથે આવી ગયા છે. ગોવિંદા અને સુનિતા “મજબૂત થઈ રહ્યા છે” અને તેઓ હંમેશા સાથે રહેશે.