ચર્ચમાં પ્રેયર કરતો જોવા મળ્યો ગોવિંદા, વીડિયો થયો સોશિયલ મીડિયા પર વાઈરલ…
બોલીવૂડ અભિનેતા ગોવિંદા પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં આવતો રહે છે. અભિનયની સાથે સાથે રાજકારણમાં પણ ગોવિંદાએ એન્ટ્રી લીધી છે, જેને કારણે તેના ફેન્સની પ્રતિક્રિયા પણ સામે આવી રહ્યા છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર ગોવિંદાનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આવો જોઈએ શું ખાસ છે આ વીડિયોમાં.
ગોવિંદના આ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં તે એક ચર્ચમાં પ્રાર્થના કરતા જોવા મળી રહ્યા છે. ગોવિંદા ચર્ચમાં પ્રાર્થના કરતાં જોવા મળી રહ્યા છે. ફેન્સને ગોવિંદાનું ચર્ચ જવાનું ખૂબ જ ખાસ પસંદ નથી આવ્યું, એવું લાગી રહ્યું છે.
આ પણ વાંચો : અદિતી રાવ હૈદરીને કલાકો સુધી પોતાના સામાનની રાહ જોતા હીથ્રો એરપોર્ટ પર બેસી રહેવું પડ્યું
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ગોવિંદા હાથ જોડીને જિસસને પ્રેયર કરતાં જોવા મળી રહ્યા છો. ગોવિંદાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં જ ફેન્સ તેના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ સેક્શનમાં લખ્યું છે કે મંદિર છોડીને જવાનો શું અર્થ છે?
અત્રે ઉલ્લેખનીય છે કે ગોવિંદા હાલમાં તેની ભાણી આરતી સિંહના લગ્નને કારણે પણ ચર્ચામાં આવ્યો હતો અને હવે તેનો આ ચર્ચમાં પ્રેયર કરતો વીડિયો વાઈરલ થતાં જ નેટિઝન્સ આ વીડિયો પર કમેન્ટ્સ કરી રહ્યા છે.