Good News: હવે આ સુંદર અભિનેત્રીના ઘરે પારણું બંધાશે

મુંબઈઃ બોલીવૂડ (bollywood)ની ખૂબ સુંદર એવી મોડેલ અને અભિનેત્રી યામી ગૌતમે (Yami Gautam) ગૂડ ન્યૂઝ આપ્યા છે. યામી ગૌતમ અને ડિરેક્ટર હસબન્ડ આદિત્ય ધાર (Aditya Dhar) નવા મહેમાનની રાહ જોઈ રહ્યા છે. યામીની આવાનારી ફિલ્મ આર્ટિકલ 370ના લૉંચ સમયે આદિત્ય અને યામીએ આ વાત કહી ફેન્સને ખુશ ખબર આપ્યા હતા. લૉંચ પાર્ટીમા યામી વ્હાઈટ આઉટફીટ બ્રાઉન બ્લેઝરમાં ખૂબ જ મસ્ત લાગતી હતી. આદિત્ય તેને હાથ પકડી સ્ટેજ પર લાવ્યો હતો.

આદિત્યએ આ સમયે કહ્યું હતું કે આ ફિલ્મ સ્પેશિયલ છે. મારો ભાઈ અહીં છે, મારી વાઈફ અહીં છે અને બેબી આવવાની તૈયારીમાં છે. યામીએ પણ જણાવ્યું હતું કે આદિત્ય અને બ્રધર ઈન લૉ લોકેશ વિના આ સ્થિતિ હું કઈ રીતે મેનેજ કરી શકી હોત મને સમજાતું નથી.
બન્નેએ વર્ષ 2021માં કોરોનાકાળ દરમિયાન લગ્ન કર્યા હતા. બન્નેએ ઉરી ફિલ્મ સાથે કરી હતી અને બે વર્ષ એકબીજાને ડેટ કર્યા બાદ લગ્નનો નિર્ણય લીધો હતો. Fair and lovely જે હવે Glow and lovely થયુ છે તેની મોડેલ યામી રહી ચૂકી છે. તાજેતરમાં OMG-2માં તે વકીલના રોલમાં જોવા મળી હતી.