એક દીવાને કી દીવાનિયતઃ ઓછી માર્કેટિંગ, પણ બોક્સ ઓફિસ પર મચાવે છે ધૂમ | મુંબઈ સમાચાર
મનોરંજન

એક દીવાને કી દીવાનિયતઃ ઓછી માર્કેટિંગ, પણ બોક્સ ઓફિસ પર મચાવે છે ધૂમ

હર્ષવર્ધન રાણાની ફિલ્મો સાથે આવું જ થાય છે કે શું, પરંતુ તેની ફિલ્મો થિયેટરોમાં આવનારી હોય ત્યારે હલ્લાબોલ નથી થતું, પરંતુ સારો બિઝનેસ કરી જાય છે. અગાઉ સનમ તેરી કસમ સાથે પણ આમ જ થયું હતું ત્યારે હવે તેની ફિલ્મ એક દીવાને કી દીવાનિયત થિયેટરોમા ધૂમ મચાવી રહી છે. જોકે વાત થામા અને કાંતારાની થઈ રહી છે પણ હર્ષ અને સોનમ બાજવાની ફિલ્મે બોક્સ ઓફિસ પર પરમ સુંદરીને પાછળ છોડી દીધી છે.

એક દીવાને…ની રિલિઝને નવ દિવસલ થાય છે. ફિલ્મે સારી ઑપનિંગ તો મેળવી હતી, પંરતુ વિક ડેઝમાં થોડી નબળી પડી હતી. તેમ છતાં ફિલ્મે સિદ્ધાર્થ મલ્હોત્રા અને જ્હાનવી કપૂરની પરમ સુંદરીના ટોટલ કલેક્શનનો આંકડો પાર કરી દીધો છે.

પરમ સુંદરી કરતા આગળ નીકળી

બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો એક દીવાને કી દિવાનિયત ₹9 કરોડના કલેક્શન સાથે શરૂઆત કરી. ત્યારબાદ તેણે બીજા દિવસે ₹7.75 કરોડ, ત્રીજા દિવસે ₹6 કરોડ, ચોથા દિવસે ₹5.5 કરોડ, પાંચમા દિવસે ₹6.25 કરોડ, છઠ્ઠા દિવસે ₹7 કરોડ, સાતમા દિવસે ₹3.5 કરોડ અને આઠમા દિવસે ₹4.5 કરોડની કમાણી કરી હોવાનું રિપોર્ટ્સ જણાવે છે. બુધવારની કમાણી સાથે ફિલ્મ 52.25 કરોડ કમાઈ ચૂકી છે, જે પરમસુંદરીના ટોટલ કલેક્શન 51.28 કરોડ કરતા વધારે છે. સિદ્ધાર્થ અને જ્હાનવી હોવા છતાં અને મેડોક જેવું પ્રોડક્શન હાઉસ હોવા છતાં ફિલ્મ 50 કરોડ માંડ કમાઈ શકી હતી.

બજેટ કરતા ડબલ કલેક્શન

ફિલ્મ મેકિંગમાં કેટલા ખર્ચ્યા અને ફિલ્મે કેટલી કમાણી કરી તેના પર સફળતાનો આધાર છે ત્યારે એક દીવાને…નું બજેટ માત્ર રૂ. 25 કરોડ હતું, પરંતુ તેણે નવ જ દિવસમાં 51 કરોડ છાપી લીધા છે. હર્ષવર્ધનની અગાઉની ફિલ્મ સનમ તેરી કસમ જ્યારે રિલિઝ થઈ ત્યારે તે ફ્લોપ સાબિત થઈ હતી. 2024માં તેને રિ-રિલિઝ કરવામાં આવી અને ફિલ્મે મેકર્સને રૂ. 40 કરોડ કમાવી આપ્યા, જેનું બજેટ રૂ. 13 કરોડ હતું. ફિલ્મ એક ઈન્ટેન્સ લવસ્ટોરી છે અને હર્ષવર્ધન અને સોનમની કેમેસ્ટ્રી લોકોને ખૂબ ગમી છે. આવનારા વિક-એન્ડમાં ફિલ્મ કેવી કમાણી કરે છે તે જોવાનું રહ્યું. જોકે આવતીકાલથી બાહુબલિ-3 સાથે દરેક ફિલ્મે ટકરાવાનું છે.

આપણ વાંચો:  કેસ ઠોકી દઈશઃ માહી વિજે ડિવોર્સની અફવા ફેલાવનારાને આપી ચેતવણી…

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button