Golden Globes 2026: આ એક્ટરે લિઓનાર્ડોને પછાડ્યો? પ્રિયંકા ચોપરા ગ્લેમરસ લૂકમાં દેખાઈ…

બેવર્લી હિલ્સ: મનોરંજન જગતબ પ્રતિષ્ઠિત ફિલ્મ ગોલ્ડન ગ્લોબ્સ એવોર્ડ 2026નો સમરોહ લિફોર્નિયાના બેવર્લી હિલ્સના બેવર્લી હિલ્ટન ખાતે ચાલી રાહ્યો છે. 83મા ગોલ્ડન ગ્લોબ્સ એવોર્ડ સમારોહમાં હોલીવૂડના ટોચના કલાકારો હાજર છે. કેટેગરી પ્રમાણે વિજેતાઓની જાહેરાત કરવામાં આવી રહી છે.
ભારતીય અભિનેત્રી પ્રિયંકા ચોપરા થાઈ રેપર-ગાયિકા લિસા સાથે ગોલ્ડન ગ્લોબ્સના સ્ટેજ પર દેખાઈ હતી. પ્રિયંકા ચોપરાએ ડાર્ક બ્લુ અને બ્લેક કલરનો ડ્રેસ પહેર્યો હતો. બેસ્ટ મેલ એક્ટર ફોર ટેલિવિઝન(ડ્રામા)નો એવોર્ડ આપવા માટે લિસા સાથે સ્ટેજ પર આવી હતી.
નેટફ્લીક્સની લોકપ્રિય મીની સિરીઝ “એડોલેસન્સ” ના બાળ કલાકાર ઓવેન કૂપરે મોટી સિદ્ધિ મેળવી છે. ઓવેન કૂપરે મિનિસિરીઝ બેસ્ટ સપોર્ટીંગ એક્ટરનો એવોર્ડ જીત્યો, એવોર્ડ મળતા ઓવેન ખુબ જ ભાવુક થઇ ગયો હતો અને રડી પડ્યો હતો, આ ક્ષણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, લોકો તેને અભિનંદન પાઠવી રહ્યા છે.
લિઓનાર્ડો ડી કેપ્રીઓને પછાડીને ટીમોથી ચેલામેટને મોટી બાજી મારી છે, ફિલ્મ ‘માર્ટી સુપ્રીમ’ માટે ટીમોથીને બેસ્ટ એક્ટર મેલ – મોશન પિક્ચર (મ્યુઝિકલ/કોમેડી) કેટેગરીમાં એવોર્ડ આપવા આવ્યો.
રોઝ બાયર્નને ‘ઇફ આઈ હેડ લેગ્સ આઈ વુલ્ડ કિક યુ’ ફિલ્મ માટે બેસ્ટ એક્ટ્રેસ – મોશન પિક્ચર (મ્યુઝિકલ/કોમેડી)નો એવોર્ડ મળ્યો.
‘ધ સ્ટુડિયો’ સિરીઝ માટે ટેલિવિઝન (મ્યુઝિકલ/કોમેડી) કેટેગરીમાં સેથ રોજનને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો
બેસ્ટ સ્કોર ફોર મોશન પિક્ચર કેટેગરીમાં ‘સિનર્સ’ માટે લુડવિગ ગોરાન્સનને એવોર્ડ આપવામાં આવ્યો. કે-પોપ ગ્રુપ ડેમન હન્ટર્સના ગીત “ગોલ્ડન” ને બેસ્ટ સોંગ ફોર મોશન પિક્ચરનો એવોર્ડ મળ્યો.
આ વર્ષે બેસ્ટ પોડકાસ્ટ માટેની કેટેગરી પણ ઉમેરવામાં આવી છે. “ગુડ હેંગિંગ આઉટ વિથ એમી પોહલર” પોડકાસ્ટ માટે એમી પોહલરને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મળ્યો.



