મનોરંજન

ભારતમાં ક્યારે અને ક્યાં જોઈ શકાશે Golden Globes 2026 લાઈવ! પ્રિયંકા ચોપરા પર રહેશે ભારતીયોની નજર…

બેવર્લી હિલ્સ: વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મ એવોર્ડ ઓસ્કારનો સમારોહ માર્ચમાં યોજાવાનો છે, એ પહેલા સૌની નજર ગોલ્ડન ગ્લોબ્સ એવોર્ડ 2026 પર છે, કેમ કે ગોલ્ડન ગ્લોબ્સના વિનરના આધારે ઓસ્કાર એવોર્ડ વિનરનો અંદાજ આવી જતો હોય છે.

83મા ગોલ્ડન ગ્લોબ્સ એવોર્ડ સમારોહમાં હોલીવૂડના ટોચના કલાકારો હાજરી આપશે, પણ ભારતીયોની નજર પ્રિયંકા ચોપરા પર રહેશે, જેનું નામ પ્રેઝન્ટેર તરીકે સામેલ છે. 83મા ગોલ્ડન ગ્લોબ્સન સમારોહનું આયોજન યુએસના કેલિફોર્નિયાના બેવર્લી હિલ્સના બેવર્લી હિલ્ટન ખાતે કરવામાં આવ્યું છે.

ભારતમાં ગોલ્ડન ગ્લોબ્સ એવોર્ડ ક્યાં અને ક્યારે જોઈ શકાશે:
ભારતમાં 23મા ગોલ્ડન ગ્લોબ્સ એવોર્ડ સમારોહનું લાઇવ સ્ટ્રીમિંગ 12 જાન્યુઆરીના રોજ સવારે 6:30 વાગ્યે JioHotstar પર પણ સવારે 6:30 વાગ્યે શરુ થશે. રેડ-કાર્પેટ કવરેજ બે કલાક પહેલા E! અને Variety ની YouTube ચેનલો પર પણ લાઇવ જોઈ શકાશે.

ગોલ્ડન ગ્લોબ્સ હોસ્ટ નિક્કી ગ્લેઝર

કોણ હશે હોસ્ટ:
ગત વર્ષે ગોલ્ડન ગ્લોબ્સ હોસ્ટ કરીને એમી-નોમિનેટેડ સ્ટેન્ડ-અપ કોમેડિયન નિક્કી ગ્લેઝર ઈતિહાસ રચ્યો હતો, ગોલ્ડન ગ્લોબ્સ સોલો હોસ્ટ કરનારી તે પ્રથમ મહિલા બની હતી. આ વર્ષે પણ નિક્કી ગ્લેઝર જ હોસ્ટ રહેશે.

ગત વર્ષે તેને બેન એફ્લેકથી માંડીન ટીમોથી ચેલામેટ સુધીના સેલિબ્રિટી અંગે કરેલા જોક અને તેના કોમિક ટાઇમિંગને કારણે પ્રસંશા મળી હતી.

વિનર્સને એવોર્ડ આપવા માટે પ્રેઝેન્ટેર્સની યાદીમાં પ્રિયંકા ચોપરા, જુલિયા રોબર્ટ્સ, જ્યોર્જ ક્લુની, મિલા કુનિસ, એના ડી આર્માસ અને જેનિફર ગાર્નર જેવા સ્ટાર્સનો સમાવેશ થાય છે.

આ વર્ષે ગોલ્ડન ગ્લોબ્સમાં કઈ ફિલ્મનો દબદબો રહી શકે?
લિયોનાર્ડો ડીકેપ્રિયો સ્ટારર ‘વન બેટલ આફ્ટર અધર’ ને નવ નોમિનેશન મળ્યા છે. લિયોનાર્ડો ડીકેપ્રિયો અને ચેઝ ઇન્ફિનિટને એક્ટિંગ માટે નોમિનેશન મળ્યું છે અને પોલ થોમસ એન્ડરસનને બેસ્ટ ડાયરેક્ટ માટે નોમિનેશન મળ્યું છે.
ગ્લોબ્સ એવોર્ડની ટોપ કેટેગરીને ડ્રામા અને કોમેડીએ એમ બે કેટેગરીમાં વહેંચવામાં આવે છે. વન બેટલ આફ્ટર અનધરને કોમેડી કેટેગરીમાં રાખવામાં આવી છે. ડીકેપ્રિયો સામે સુપ્રીમ ફિલ્મ માટે ટીમોથી ચેલામેટ અને જય કેલી માટે જ્યોર્જ ક્લુની દાવેદાર રહેશે.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button