ગેટ વેલ સુનઃ શહેનાઝ ગીલની તબિયત લથડતા હૉસ્પિટલમાં
બહુ બોલકી, બબલી લાગતી શહેનાઝ ગિલ સોશિયલ મીડિયા પર સારું એવું ફેન ફોલોવિંગ ધરાવે છે. તેથી જ શહેનાઝની તબિયત લથવાના સમાચારે ફેન્સને ઝટકો આપ્યો છે. બિગ બોસ 13માં મળેલી સફળતા બાદ શેહનાઝ ગીલને સલમાન ખાન સાથે ફિલ્મમાં કામ કરવાની તક મળી.
મળતી માહિતી પ્રમાણે શહેનાઝ ગિલને ફૂડ પોઇઝનિંગ થયું છે અને તેના કારણે તેની તબિયત બગડી છે. ઈન્ફેક્શનના કારણે તેમણે હૉસ્પિટલમાં દાખલ થવુ પડ્યુ છે.
શહેનાઝ ગિલ સ્ટાર કાસ્ટ સાથે ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત હતી. આ દરમિયાન તેણે કંઈક ખાધું જેના કારણે તેનું પેટ ખરાબ થઈ ગયું. આ ચેપ એટલો વધી ગયો હતો કે તેમને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, અભિનેત્રી શહેનાઝ ગિલ આ દિવસોમાં તેની ફિલ્મ ‘થેંક યુ ફોર કમિંગ’ માટે ચર્ચામાં છે. આ ફિલ્મમાં શહેનાઝની એક્ટિંગના ખૂબ વખાણ થઈ રહ્યા છે. સ્ટાર કાસ્ટની વાત કરીએ તો, શહેનાઝ સિવાય આ ફિલ્મમાં ભૂમિ પેડનેકર, કુશા કપિલા, શિબાની બેદી, ડોલી સિંહ, કરણ કુન્દ્રા મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળે છે. આ ફિલ્મનું નિર્દેશન કરણ બુલાનીએ કર્યું છે.