તૈયાર થઈ જાવ હસાવવા આવી રહી છે Gullakની ચોથી સિઝન, ટ્રેલર જોઈને જ દિલ થઈ જશે ગાર્ડન ગાર્ડન…
વેબ સિરીઝના આ જમાનામાં કેટલીક એવી વેબ સિરીઝ હોય છે કે ફેન્સ એની બીજી, ત્રીજી કે ચોથી સિઝનનો પણ એટલી જ આતુરતાપૂર્વક રાહ જોયા હોય છે કે જેટલી ઉત્સુક્તાથી તેઓ એના પહેલાં ભાગની રાહ જોતા હોય છે. જૂન મહિનામાં આવી જ એક વેબસિરીઝ તમને હસાવવા માટે આવી રહી છે આ સિરીઝનું નામ છે ગુલ્લક (Gullak)…
આવતા મહિને એટલે કે જૂન મહિનામાં ગુલ્લકની ચૌથી સિઝન આવી રહી છે. હાલમાં આ વેબ સિરીઝનું ટ્રેલર રીલિઝ કરવામાં આવ્યું છે અને એમાં સિરીઝની રીલિઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. આપવામાં આવેલી માહિતી અનુસાર સાતમી જૂનના ગુલ્લકની ચોથી સિઝન સાતમી જૂનના રીલિઝ થવા જઈ રહી છે. મેકર્સ દ્વારા આ સિરીઝનું ટ્રેલર રીલિઝ કરવામાં આવ્યું છે જેમાં આજના સમયની સ્ટોરી દર્શાવવામાં આવી છે.
શ્રેયાંશ પાંડીને નિર્દેશનમાં બનાવવામાં આવેલી આ સિરીઝ દર્શકોની સૌથી મનપસંદ સિરીઝમાંથી એક છે. જો તમે પણ ગુલ્લક સિરીઝના ફેન છો તો તમારે આ સિઝન મિસ ના કરવી જ જોઈએ અને જો તમે અત્યાર સુધી આ સિરીઝની એક પણ સિઝન ના જોઈ હોય તો આજે જ જોઈ લો…
રીલિઝ કરવામાં આવેલું ટ્રેલર જોઈને જ અંદાજો આવી જાય છે કે આ સિરીઝ પણ અત્યાર સુધીની બાકીની સિઝનની જેમ જ એકદમ મજેદાર અને એન્ટરટેઈન્ટમેન્ટથી ભરપૂર રહેવાનો છે. આ એક ફેમિલી એન્ટરટેઈનિંગ વેબ સિરીઝ છે અને આ સિરીઝમાં મધ્યમ વર્ગીય પરિવારના રોજબરોજની નાની મોટી હસી-ખુશી અને ટેન્શનની ક્ષણોને આવરી લેવામાં આવી છે.