મનોરંજન

શોકિંગ સિક્રેટ્સ માટે થઈ જાઓ તૈયારઃ હવે કરણ જોહરના શૉમાં આવશે વીકી અને કિયારા

કોફી વીથ કરણ ની આઠમી સિઝનમાં અત્યાર સુધીમાં ચાર એપિસોડ આવી ચૂક્યા છે. દરેક એપિસોડમાં આવતા કલાકારો પોતાના અંગત જીવનને લગતા અમુક ખુલાસા કરે છે જે ફેન્સ માટે શોકિંગ હોય છે. હવે કરણના શૉમાં વીકી કૌશલ અને કિયારા અડવાણી આવી રહ્યા છે. વીકી કેટરિના જ્યારે કિયારા સિદ્ધાર્થ મલ્હોત્રાને પરણી છે. વીકી અને કેટરિનાની લવસ્ટોરીના અમુક રહસ્યો ખુલશે તો ફેન્સને મજા આવશે કારણ કે કેટરીના એક સમયે સલમાન ખાનની ગર્લફ્રેન્ડ રહી ચૂકી છે.
કરણ જોહરનો કોન્ટ્રોવર્સીયલ ટોક શો કોફી વિતરણ શરૂ થયો ત્યારથી ચર્ચામાં છે. કોફી વીથ કરણ ની આઠમી સિઝનમાં અત્યાર સુધીમાં ચાર એપિસોડ આવી ચૂક્યા છે અને તેમાં બોલીવુડના જાણીતા કલાકારો કાઉચ પર બેસીને શોકિંગ ખુલાસા કરી ચૂક્યા છે. હવે આ શોમાં વિકી કૌશલ અને કિયારા અડવાણી એક સાથે જોવા મળશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર વિકી કૌશલ અને કિયારા અડવાણી કોફી વિથ કરણના એપિસોડ ની શૂટિંગ કરી ચૂક્યા છે. આ શૂટિંગ 16 નવેમ્બરે યશરાજ સ્ટુડિયોમાં થયું હતું. વિકી અને કિયારાની જોડીએ શોમાં ખૂબ જ મસ્તી કરી છે અને સાથે જ પોતાના લગ્ન જીવનને લઈને ઘણા ખુલાસા પણ કર્યા છે. આ એપિસોડના શૂટિંગ સમયે કેટરીના કેફ પણ તેના પતિ વિકી કૌશલ ને મળવા આવી હતી.
કોફી વીથ કરનની આઠમી સિઝનમાં પહેલા એપિસોડમાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ જોવા મળ્યા હતા. ત્યાર પછીના એપિસોડમાં બોબી દેઓલ અને સની દેઓલ પહોંચ્યા હતા. તેમણે પણ ઘણા ખુલાસા કર્યા હતા ત્રીજા એપિસોડમાં અનન્યા પાંડે અને સારા અલી ખાન પહોંચી હતી. તાજેતરમાં જ આ શોનો ચોથો એપિસોડ રિલીઝ થયો છે અને તેમાં આલિયા ભટ્ટ અને કરીના કપૂર ખાન જોવા મળી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button