મનોરંજન

સુધરી જાઓ, નહીંતર… હવે કોના પર ભડકી કંગના?

બોલીવુડની બેબાક અભિનેત્રી કંગના રનૌત અન્ય કલાકારો પર એક યા બીજા કારણોસર વારંવાર નિશાન સાધવા માટે જાણીતી છે. હવે મહાદેવ એપના કારણે જ્યારે ફરી એકવાર રણબીર કપૂર સહિતના બોલીવુડ સેલેબ્સ પર EDએ તવાઇ બોલાવી છે. ત્યારે કંગનાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી તેની પાસે પણ મહાદેવ એપની જાહેરાતની ઓફર આવી હતી તેમ જણાવ્યું છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓ દ્વારા મહાદેવ ઓનલાઇન ગેમિંગ એપમાં ગેરકાયદે સટ્ટાબાજીની આશંકાને પગલે રણબીર કપૂર સહિત શ્રદ્ધા કપૂર, હુમા કુરેશી, કપિલ શર્માં, ટીવી અભિનેત્રી હીના ખાનને પણ સમન્સ મોકલ્યું છે. આ ઉપરાંત અન્ય 34 સેલિબ્રિટીઝ EDની રડાર પર છે. ત્યારે કંગનાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ખુલાસો કર્યો હતો કે તેની પાસે વર્ષમાં 6 વખત આ એપની જાહેરાત માટેની ઓફર આવી હતી, અને દર વખતે તેઓ રકમ વધારીને લાલચ આપતા આપતા જેથી તે હા પાડી દે પરંતુ તેણે ઓફરની ના પાડી હતી તેવું કંગનાએ પોસ્ટમાં લખ્યું હતું. આ સાથે જ તેણે આ વિવાદમાં ફસાયેલા બોલીવુડ સેલેબ્સ પર નિશાન સાધતા લખ્યું, “સુધરી જાઓ, આ નવું ભારત છે.”

અભિનેતા રણબીર કપૂરને 6 ઓક્ટોબરે પૂછપરછ માટે હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ તેણે 2 અઠવાડિયાનો સમય માંગ્યો છે. અભિનેતાને રાયપુરમાં ઇડી બ્રાન્ચ સમક્ષ હાજર થવું પડશે. આ ઉપરાંત ED દ્વારા માહિતી આપવામાં આવી છે કે મહાદેવ ઓનલાઇન સટ્ટાબાજી મામલે કુલ 417 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. એપ બનાવનાર સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ બંને દુબઇથી ભારતમાં સટ્ટાબાજીનું નેટવર્ક ચલાવતા હતા. બોલીવુડના સેલેબ્સ આ સૌરભ ચંદ્રાકરના લગ્નમાં સામેલ થવાને કારણે EDની નજરમાં આવ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો