મનોરંજન

નકલી પનીર બાબતે Gauri Khan અને ટીમે આપ્યું આવી સ્પષ્ટતા…

બોલીવૂડ એક્ટર શાહરૂખ ખાન (Shahrukh Khan)ની પત્ની ગૌરી ખાન (Gauri Khan)ની રેસ્ટોરાં ખૂબ જ ચર્ચામાં છે. ગૌરી ખાનની આ રેસ્ટોરાં પોતાના શાનદાર ઈન્ટિરિયર અને મોંઘા ફૂડ માટે ખૂબ જ જાણીતું છે, જેની ગણતરી ખૂબ જ ગણતરીની લક્ઝરી રેસ્ટોરામાં કરવામાં આવે છે, પણ હાલમાં આ રેસ્ટોરાં ચર્ચામાં આવ્યું છે અને એનું કારણ છે નકલી પનીર. પરંતુ હવે ગૌરી ખાનની ટીમ આ નકલી પનીરના વિવાદ અંગે મૌન તોડ્યું છે. આવો જોઈએ શું કહ્યું છે ગૌરી ખાન અને એમની ટીમે…

વાત જાણે એમ છે કે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુઅન્સર સાર્થક સચદેવાએ એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સાર્થક રેસ્ટોરાંના પનીરના ટુકડા પર આયોડિન ટિંચર ટેસ્ટ કરતાં જોવા મળી રહ્યા છે. આ ટેસ્ટના આધારે જ તેમણે એવો આક્ષેપ કર્યો છે કે ગોરી ખાનના રેસ્ટોરાં તેમને સ્ટાર્ચવાળું પનીર પીરસવામાં આવ્યું હતું.

આપણ વાંચો: શાહરૂખ ખાનની પત્ની ગૌરીએ કર્યો કરોડોનો નફો, જાણો હવે શું કર્યું?

વીડિયોમાં જોવા મળે છે કે આયોડિન ટિંચર ટેસ્ટને કારણે પનીરનો સફેદ રંગ કાળો પડી ગયો હતો. સામાન્યપણે આયોડિન ટિંચર ટેસ્ટમાં પનીરનો રંગ કાળો અને ડાર્ક બ્લ્યુ થઈ જાય છે.

પનીરનો રંગ બદલાતા જ સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુઅન્સરે જણાવ્યું કે શાહરૂખ ખાનના રેસ્ટોરામાં નકલી પનીર જોઈને મારા તો હોંશ ઉડી ગયા.

સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુઅન્સર મુંબઈમાં આવેલા ગૌરી ખાનના રેસ્ટોરાંમાં પનીર પર ટેસ્ટ કરતાં પહેલાં અનેક દિગ્ગજ સ્ટાર્સના રેસ્ટોરાંના પનીર પર ટેસ્ટ કર્યું હતું.

આ પહેલાં તેણે ક્રિકેટર વિરાટ કોહલીના રેસ્ટોરાંમાં પનીર પર ટેસ્ટ કર્યું હતું અને એ સમયે પનીર એકદમ પરફેક્ટ હતું. આ સિવાય શિલ્પા શેટ્ટી અને બોબી દેઓલના રેસ્ટોરાંમાં પણ પનીર પર ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યાં પણ પનીરના સેમ્પલ આ ટેસ્ટમાં પાસ થઈ ગયા હતા.

આ આટલા બખેડા બાદ હવે ગૌરી ખાન અને તેમની ટીમે જવાબ આપતાં જણાવ્યું હતું કે આયોડિન ટેસ્ટિંગ પનીરમાં રહેલાં સ્ટાર્ચનું પ્રમાણ દર્શાવે છે. પનીરની ગુણવત્તા નહીં. જોકે, ડિશમાં સોયા આધારિત સામગ્રી સામેલ હોવાને કારણે આ રિએક્શન અપેક્ષિત છે. અમે પનીરની શુદ્ધતા અને ટોરીમાં ઉપયોગમાં લેવાતા તમામ પદાર્થોની શુદ્ધતા માટે પ્રતિબદ્ધ છીએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button