મનોરંજન

41 વર્ષે બીજી વખત પ્રેગ્નન્ટ છે આ જાણીતી ટીવી એક્ટ્રેસ, બેબી બંપ ફ્લોન્ટ કરીને કહ્યું…

ટીવીની જાણીતી એક્ટ્રેસ ગૌહર ખાન (Gauhar Khan) 41 વર્ષની ઉંમરને બીજી વખત પ્રેગ્નન્ટ છે અને તેણે પતિ ઝૈદ દરબાદ સાથે બેબી બંપ ફ્લોન્ટ કરતાં ફોટો શેર કર્યા છે. કપલ પોતાના બીજા બાળકનું સ્વાગત કરવા માટે તૈયાર છે. 2020માં લગ્ન કરનાર આ કપલે ઓફિશિયલી એનાઉન્સ કર્યું છે તેઓ બીજા બાળકને આવકારવા માટે એકદમ સજ્જ છે. સોશિયલ મીડિયા પર કપલનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં કપલ મ્યુઝિક પર ડાન્સ કરતાં જોવા મળી રહ્યા છે. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો

ગૌહર ખાન અને ઝૈદ દરબારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ફેન્સ સાથે ગુડ ન્યુઝ શેર કર્યા છે. આ વીડિયોની કેપ્શનમાં ગૌહર ખાને લખ્યું હતું કે બિસ્મિલ્લા… તમારા પ્રેમ અને પ્રાર્થનાની જરૂર છે. પ્રેમ ફેલાવીને દુનિયાને પોતાના ઈશારા પર નચાવો. આ સાથે ગૌહર અને ઝૈદે સાથે પોઝ આપ્યો છે અને એક્ટ્રેસે બેબી બંપ ફ્લોન્ટ કર્યું હતું.

કપલે જેવી બીજી વખતની પ્રેગ્નન્સી એનાઉન્સ કરી છે ત્યારથી ફેન્સ લાઈક્સ અને કમેન્ટ કરીને કપલ પર પ્રેમ વરસાવ્યું છે. ફેન્સ હાર્ટ શેપના ઈમોજી, આશિર્વાદ આપીને કપલને શુભેચ્છા પાઠવી રહ્યા છે. યુઝર્સ કપલને જીવનના નવા ચેપ્ટરની શરૂઆત માટે અભિનંદ આપી રહ્યા છે. એક ફેને લખ્યું હતું કે તમે કપલ ગોલ છો અને બેબી નંબર ટુને મળવા માટે હું રાહ નથી જોઈ શકતા.

ગૌહર ખાન અને ઝૈદ દરબારે મુંબઈમાં 2020માં લગ્ન કર્યા હતા. આ લગ્નમાં નજીકના સંબંધીઓ અને મિત્રોએ હાજરી આપી હતી. 10મી મે, 2023ના કપલે પોતાના પહેલાં સંતાન જેહાનનું સ્વાગત કર્યું હતું. હવે ગૌહર 41 વર્ષની ઉંમરે બીજી વખત પ્રેગ્નન્ટ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button