2 કલાક 20 મિનિટની ફિલ્મનો ક્લાઈમેક્સ જ છે હીરો, બજેટ કરતાં 19 ગણી વધુ કમાણી કરી… | મુંબઈ સમાચાર

2 કલાક 20 મિનિટની ફિલ્મનો ક્લાઈમેક્સ જ છે હીરો, બજેટ કરતાં 19 ગણી વધુ કમાણી કરી…

હાલમાં તો બોક્સ ઓફિસ પર એકથી ચઢિયાતી એક ક્લાસિક ફિલ્મો આવતી હોય છે, જેમાંથી કેટલીક ચાલી જતી હોય છે તો કેટલીક પિટાઈ જતી હોય છે. પરંતુ આજે આપણે અહીં વાત કરીશું 2022માં આવેલી એક એવી ફિલ્મ વિશે કે જે ફિલ્મ પોતાના ક્લાઈમેક્સને કારણે આજે પણ દર્શકોના દિલો પર રાજ કરે છે. આ ફિલ્મ બોલીવૂડની નહીં પણ સાઉથની તમિળ ફિલ્મ છે. આ ફિલ્મના સ્ટાર કાસ્ટના પર્ફોર્મન્સના દર્શકોએ વખાણ્યો. આટલું ઓછું હોય તેમ બોક્સ ઓફિસ પર પણ આ ફિલ્મ ધૂમ કમાણી કરી હતી. ચાલો વધારે સસ્પેન્સ ક્રિયેટ કર્યા વિના જણાવીએ ફિલ્મ વિશે…

અમે અહીં જે ફિલ્મ વિશે વાત કરી રહ્યા છીએ એ ફિલ્મ છે ગાર્ગી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ જ ધમાલ મતાવી હતી, તેણે પોતાના ખર્ચ કરતાં બમણી કમાણી કરી હતી. 2 કલાક 20 મિનિટની આ ફિલ્મે થિયેટર બાદ ઓટીટી પ્લેટફોર્મ પર પણ પોતાનો જાદુ ચલાવી ચૂકી છે. ફિલ્મનું ક્લાઈમેક્સ એટલું જોરદાર છે કે તમે તમારી જગ્યા પરથી એક સેકન્ડ માટે પણ ખસી શકશો નહીં.

આ પણ વાંચો: સૈયારાનું અધધધ કલેક્શનઃ સન ઓફ સરદાર 2 અને ધડક 2નું બોક્સ ઓફિસ કલેક્શન કેટલું?

ગાર્ગી એ તમિળ ભાષાની એક સસ્પેન્સ થ્રિલર ફિલ્મ છે. 15મી જુલાઈ, 2022માં આ ફિલ્મ રિલીઝ થઈ હતી. સાઈ પલ્લવી સ્ટારર આ ફિલ્મનો ક્લાઈમેક્સ જ આ ઝોનરની બાકી ફિલ્મો કરતાં તેને અલગ બનાવે છે. ફિલ્મનો અંત એટલો સ્ટ્રેસફૂલ છે કે એ જોઈને તમે પણ ચોંકી ઉઠશો. એટલું જ નહીં તમે એ વિચારવા પણ મજબૂર બની જશો કે આપણે કયા દૌરમાં જીવી રહ્યા છીએ કે જ્યાં મહિલાઓ પોતાના પરિવાર અને સમાજ વચ્ચે સુરક્ષિત નથી.

આ ફિલ્મની સ્ટોરી તમને છેલ્લે સુધી નહીં સમજાય કારણ કે દરેક સીનમાં ફિલ્મને એક નવો ટ્વીસ્ટ મળે છે. ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે તે ગાર્ગી નામની એક દીકરી પોતાના પિતાને નિર્દોષ સાબિત કરવામાં દિવસરાત એક કરે છે, કારણ કે પિતા પર એક બાળકી સાથે દુષ્કર્મ કરવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો. પરંતુ જ્યારે ગાર્ગીને પોતાના પિતાની સચ્ચાઈ ખબર પડે છે ત્યારે તે ખુદને દોષી ઠેરવે છે. જ્યારે ક્લાઈમેક્સમાં હકીકતનો ખુલાસો થાય છે ત્યારે તે તમને ચોંકાવી દેશે.

આ પણ વાંચો: સૈયારાના ડેબ્યૂ કલાકાર સહિત બોલીવૂડના ચમકતા હિરાની પરખ કરનાર ઝવેરી શાનૂ શર્મા કોણ છે?

આઈએમડીબી પર આ ફિલ્મને 10માંથી 8.1નું રેટિંગ મળ્યું છે. 4 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી ફિલ્મે આ દુનિયાભરમાં 74.5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button