ડિવોર્સની અફવા વચ્ચે હવે ગોવિંદા અને સુનિતાએ આ શું કર્યું જુઓ વીડિયો?

મુંબઈ: આજે ગણેશ ચતુર્થીનો પાવન પૂર્વ છે. દેશભરમાં આ તહેવારને ધામધૂમથી ઉજવવામાં આવે છે. જ્યારે બોલીવૂડના સ્ટાર્સના ઘરે પણ આ તહેવાર રંગેચંગે ઉજવવામાં આવે છે. આ વચ્ચે બોલીવૂડના લોકપ્રિય અભિનેતા ગોવિંદા અને તેમના પત્ની સુનીતા આહુજા ફરી એકસાથે જોવા મળ્યા છે.
તાજેતરમાં બંનેના છૂટા થવાની અફવાઓએ જોર પકડ્યું હતું, પરંતુ તહેવાર પર બંનેને સાથે જોવા મળવાથી આ અફવા પર પૂર્ણ વિરામ લાગી જાય છે. ગોવિંદા અને સુનીતાએ ગણપતિ બાપ્પાનું સ્વાગત કરીને ઉત્સવની શરૂઆત કરી અને મીડિયા સાથે પણ ખુશીની લાગણી શેર કરી હતી.
ગણેશ ચતુર્થીના ખાસ અવસરે ગોવિંદા અને સુનીતાએ એકસાથે ગણપતિ બાપ્પાની પૂજા કરી. બંનેએ મળીને ભક્તિભાવથી ગણેશજીનું સ્વાગત કર્યું અને મીડિયા સાથે મીઠાઈ વહેંચીને ઉત્સવની ઉજવણી કરી હતી.
આ દરમિયાન, બંનેના ચહેરા પર તહેવારનો ઉત્સાહ અને આનંદ સ્પષ્ટ દેખાતો હતો. આ ઘટનાએ તેમના સંબંધોની મજબૂતીનો સંદેશ આપ્યો અને છૂટાછેડાની અફવાઓને ખોટી સાબિત કરી.

ગોવિંદા-સુનીતા ટ્વીનિંગ લૂકમાં
આ ઉત્સવ દરમિયાન ગોવિંદા અને સુનીતા મરૂન રંગના આઉટફીટમાં ટ્વીનિંગ કરતા નજરે આવ્યા. સુનીતાએ મરૂન સિલ્કની સાડી અને વાળમાં ગજરા સાથે લોકોનું ધ્યાન ખેંચી રહી હતી.
જ્યારે ગોવિંદાએ મરૂન કુર્તા અને ગોલ્ડન ચુનરી સાથેના ડેસિંગ લૂકમાં જોવા મળ્યા હતા. બંનેએ ગણપતિ બાપ્પા સાથે ફોટા પણ ખેંચાવ્યા, જેમાં તેમનો ઉત્સાહ અને ભક્તિ સ્પષ્ટ દેખાતી હતી.
આ ખાસ અવસરે ગોવિંદા અને સુનીતાનો પુત્ર યશવર્ધન પણ તેમની સાથે જોવા મળ્યો. યશવર્ધને ગણપતિ પૂજનમાં ભાગ લીધો અને કેમેરા સામે હાથ જોડીને નમન કરતો નજર આવ્યો.

આ પરિવારની એકતા અને ઉત્સવની ભાવનાએ ચાહકોના દિલ જીતી લીધા. આ ઘટના બતાવે છે કે બંને બધુ પહેલાની જેમ બરાબર થવાની આશા છે, કેમ કે તાજેતરમાં જ ગોવિંદાની પત્ની સુનીતાઓ ડિવોર્સની અરજી સાથે ચિંટીંગનો કેસ કર્યો હતો. જે બાદ ડિવોર્સની અટકળો તેજ બની હતી.
આ પણ વાંચો…આ અભિનેત્રી સાથેનો અફેર ગોવિંદા અને સુનીતાના જીવનમાં લાવ્યો તો ભૂકંપ, પણ…