Game changer review : ગેમ ચેન્જ કરવાની રીત ચેન્જ ન કરી અને ફિલ્મ બની ગઈ બોરિંગ…

એક હીરો ને બે હીરોઈન અથવા તો બે હીરો ને એક હીરોઈન એવા લવ ટ્રાયેંગલની લગભગ સો જેટલી ફિલ્મો હશે જે હીટ ગઈ હશે, પરંતુ 70 થી 90 ના દાયકાના લેખકો ને નિર્દેશકોને જૂની બોટલમાં નવો દારૂ કે નવી બોટલમાં જૂનો દારૂ પિરસતા આવડતો હતો. લવ ટ્રાયેંગલની જેમ ગરીબ અમીર અને પ્રામાણિક અને અપ્રામણિક એવી થીમ પર પણ ઘણી ફિલ્મો બની છે અને ચાલી પણ છે, પરંતુ ગેમ ચેન્જરના સર્જકોએ બધુ જૂનું જ આપ્યું ને નવું કંઈ કરી શક્યા નહીં અને તેના લીધે સાઉથ સુપર સ્ટાર રામચરણ હોવા છતાં ફિલ્મ બોરિંગ થઈ ગઈ.

શું છે સ્ટોરી ને કેવું છે ડિરેક્શન, એક્ટિંગ
એસ શંકર દ્વારા નિર્દેશીત આ ફિલ્મમાં હીરો એટલે કે રામચરણ પહેલા આઈપીએસ બને છે ત્યાર બાદ હીરોઈનનો પ્રેમ મેળવવા આઈએએસ બને છે. ત્યારબાદ તે અપ્રામાણિક નેતા એસ. સૂર્યા સામે ટક્કર લે છે. આ જૂની સ્ટોરી સિવાય ફિલ્મમાં નવું કંઈ જ નથી.
વાર્તામાં દમ નથી એટલે ડિરેક્ટર પાસે નવું કંઈક કરવાનો સ્કોપ ઓછો છે. છતાં એક્શન સિકવન્સ જોવા ગમે તેવા છે. શંકરે અગાઉ કમલ હસનની ઈન્ડિયન બનાવી હતી તે પણ ફ્લોપ ગઈ હતી. શંકરનું ડિરેક્શન સારું હોવા છતાં ફિલ્મની પસંદગી તેને નડી ગઈ છે.
એક્ટિંગની વાત કરીએ તો એસ. સૂર્યાએ દમદાર એક્ટિંગ કરી છે. રામચરણે સારું કામ કર્યું છે પણ સૂર્યા સાથેના સિનમાં તે નબળો પડી જાય છે. કિયારાના ભાગે ખાસ કંઈ કરવાનું આવ્યું જ નથી.
એકંદરે ફિલ્મ તમને કંઈ જ નવું કે મજા પડી જાય તેવું છે નહીં.
મુંબઈ સમાચાર રેટિંગ્સઃ 5/1