ગદર ફિલ્મના એક્ટરનું નિધન, બોલિવૂડમાં શોકનો માહોલ…

Tony Mirchadani Death: ગદર એક પ્રેમ કથા અને કોઈ મિલ ગયા જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા બોલિવૂડ અભિનેતા ટોની મીરચંદાનીનું આજે નિધન થયું હતું. તેઓ 54 વર્ષના હતા. ટોનીએ તેમના યાદગાર અભિનયથી ભારતીય સિનેમામાં એક અલગ ઓળખ બનાવી હતી. ફિલ્મ કરિયરમાં તેમણે અનેક સપોર્ટિંગ રોલ્સથી દર્શકોનું દિલ જીતી લીધું હતું. ટોની મીરચંદાનીના નિધનથી સિનેમા જગતમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. ગદર ફિલ્મમાં તેમણે સરફરાઝ અલીનો રોલ કર્યો હતો.
આ પણ વાંચો : મિથુન ચક્રવર્તીની પહેલી પત્નીનું નિધન, ગુજરાતી રંગભૂમિ સાથે હતો ખાસ સંબંધ
બોલિવૂડમાં શોકનો માહોલ
હિન્દી સિનેમાના જાણીતા અભિનેતા ટોની મીરચંદાની લાંબા સમયથી બીમાર હતા. એકટરના નિધનના સમાચાર સાંભળતા જ તેમના પ્રશંસકો અને નજીકના લોકોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
આ પણ વાંચો : તો… મારા પપ્પાએ આત્મહત્યા કરી લીધી હોતઃ રિદ્ધિમા આમ કેમ બોલી
મલ્ટી ટેલેન્ટેડ એક્ટર હતા
ટોની મીરચંદાનીએ ફિલ્મો ઉપરાંત ટીવી શોમાં પણ કામ કર્યુ હતું. તેઓ એક મલ્ટી ટેલેન્ટેડ એક્ટર હતા. કોઈ મિલ ગયામાં તેમના રોલને દર્શકોએ ખૂબ વખાણ્યો હતો. ગદરમાં પણ તેમને શાનદાર અભિનય કર્યો હતો. તેમણે અનેક ટીવી શોમાં પણ કામ કર્યું છે. તેઓ હંમેશા સેટ પર નવા એક્ટર્સને સલાહ આપતા હતા. જેનો ખુલાસો તેમના કો-એક્ટર્સે અનેક ઈન્ટરવ્યૂમાં કર્યો હતો.