મનોરંજન

Fukrey ફેમ પુલકિત સમ્રાટના ક્રુતિ ખરબંદા સાથે લગ્ન નજીક, ત્રણ દિવસ ચાલશે ખાસ ફંક્શન

ફિલ્મ ફૂકરેના અભિનેતા પુલકિત સમ્રાટ પોતાની ફિલ્મની સફળતા બાદ જ પોતાના લગ્નમાં વ્યસ્ત થઈ ગયો છે. પોતાની જૂની ગર્લફ્રેન્ડ ક્રુતિ ખરબંદા સાથે જ નજીકના સમયમાં પ્રભુતામાં પગલાં માંડવા જઈ રહ્યો છે (Fukrey samrat wedding with kriti kharbanda). લાંબા સમયથી એકબીજાને ડેટ કરતાં આ પ્રેમી પંખિડા હવે લગ્નગ્રંથિથી જોડાય જશે. તેના લગ્નની તૈયારીઓ પુરોજોશમાં ચાલી રહી છે અને તેવામાં તેના વેડિંગ ફંક્શન સાથે જોડાયેલી તમામ જાણકારીઓ સામે આવી રહી છે. તેમના લગ્ન ત્રણ દિવસ અલગ અલગ કાર્યક્રમો સાથે સંપન્ન થશે, અલગ અલગ દિવસે ખાસ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

જાણો કેવું છે વેડિંગ શેડ્યુલ?
પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદાની મહેંદી 13મી માર્ચે છે. કૃતિ ખરબંદા આજે તેના હાથ પર તેના ભાવિ પતિના નામની મહેં દી લગાવશે. તેના એક દિવસ બાદ 14મી માર્ચે હલ્દીનો કાર્યક્રમ યોજાશે. આ ઇવેન્ટ દિવસ દરમિયાન થશે અને પછી સાંજે કોકટેલ નાઇટનું આયોજન કરવામાં આવ્યું છે. આ પછી બંને 15 માર્ચે લગ્ન કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને હરિયાણાના માનેસરમાં એક ભવ્ય રિસોર્ટમાં લગ્ન કરશે. આ માટેની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ હતી અને મુંબઈથી નીકળતી વખતે બંને એરપોર્ટ પર જોવા મળ્યા હતા.

Pulkit Samrat and Kriti Kharbanda’s house decked up with lights ahead of wedding.
Pulkit Samrat and Kriti Kharbanda’s house decked up with lights ahead of wedding.

તમને જણાવી દઈએ કે, ‘ફુકરે’માં છેલ્લે જોવા મળેલા એક્ટર પુલકિત સમ્રાટ ઘણા સમયથી કૃતિ ખરબંદાને ડેટ કરી રહ્યો છે. બંનેએ ઘણા સમય પહેલા જ દુનિયા સમક્ષ પોતાનો પ્રેમ જાહેર કર્યો હતો. તાજેતરમાં, તેમની સગાઈના સમાચાર ખૂબ જ ચર્ચામાં છે. વાસ્તવમાં, એક પોસ્ટ વાયરલ થઈ હતી જેમાં કૃતિ ખરબંદા અને પુલકિતનો પરિવાર એકસાથે જોવા મળ્યો હતો અને જે તસવીરો સામે આવી હતી તેમાં કૃતિ તેની રિંગને ફ્લોન્ટ કરી રહી હતી. આ પોસ્ટ પુલકિત સમ્રાટની બહેને શેર કરી હતી.

Also Read:https://bombaysamachar.com/entertainment/bollywood-couple-secret-engagement/

આ પછી કેપ્શનમાં બીજી એક પોસ્ટ ચર્ચામાં આવી જેનું હતું લેટ્સ માર્ચ. આ જોયા બાદ ચાહકો અનુમાન લગાવવા લાગ્યા કે કદાચ બંને માર્ચમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. હાલમાં, બંનેએ આજ સુધી તેમના લગ્નના સમાચારની પુષ્ટિ કરી નથી અને હવે આ દરમિયાન, લગ્નના કાર્ડની ઝલક વાયરલ થવા લાગી છે, જેના પછી ચાહકો ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે, પુલકિત સમ્રાટના આ બીજા લગ્ન થવાના છે. અગાઉ 2014માં પુલકિતના લગ્ન ગર્લફ્રેન્ડ શ્વેતા રોહિરા સાથે થયા હતા, જે 2015માં તૂટી ગયા હતા અને બંનેના છૂટાછેડા થઈ ગયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button