લગ્ન બાદ પતિ સાથે પહેલી વખત કંઈક આવા અંદાજમાં દેખાઈ એક્ટ્રેસ…

Govindaની ભાણી અને Actress Arti Singh હાલમાં જ લગ્નના બંધનમાં બંધાઈ હતી અને તેના લગ્નમાં બોલીવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી અનેક લોકોએ હાજરી આપી હતી. ખુદ મામા ગોવિંદા પણ ભાણીના લગ્નમાં હાજરી આપવા પહોંચ્યા હતા અને જ્યારે આરતીની વિદાય થઈ ત્યારે તેમની આંખો પણ છલકાઈ ગઈ હતી. લગ્ન બાદ હવે નવી નવી દુલ્હનિયા બનેલી Actress Arti Singh હવે પોતાના સાસરિયે વ્યસ્ત થઈ ગઈ છે પણ એ બધા પહેલાં તે લગ્ન બાદ પહેલી જ વખત પતિ દિપક ચૌહાન સાથે જોવા મળી હતી. આ સમયે તેણે દિપક સાથે હાથમાં હાથ નાખીને પેપ્ઝને પોઝ પણ આપ્યા હતા.
Arti Singhને હાલમાં જ પતિ દિપક ચૌહાન સાથે પેપ્ઝએ સ્પોટ કરી હતી. સેંથીમાં સિંદૂર, ગળામાં મંગળસૂત્ર પહેરીને આરતી હંમેશની જેમ ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ સાથે સાથે જ આરતીએ લાલ રંગની સાડી અને ચૂડો પણ પહેર્યો હતો. ખૂલા વાળમાં આરતી અને દિપક રસ્તો ક્રોસ કરી રહ્યા હતા. આગળ વધતાં પેપ્ઝને જોઈને આ કપલ હસી પડ્યું હતું અને પછી બંને જણે એક સાથે મળીને પોઝ આપ્યા હતા.
આરતી અને દિપકનો આ વીડિયો સોશિયલ મીડિયા પર પેપ્ઝે શેર કર્યા છે અને ફેન્સ આ વીડિયો પર કમેન્ટ્સ અને લાઈક્સનો વરસાદ વરસાવી રહ્યા છે. નવા નવા વરઘોડિયાઓને ફેન્સ શુભેચ્છા પાઠવી રહ્યા હતા. એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું હતું આરતી ખૂબ જ સુંદર લાગી રહી છે. બીજા એક યુઝરે લખ્યું હતું કે આરતીની ડ્રેસિંગ સેન્સ ખૂબ જ કમાલની છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આરતી સિંહે બિઝનેસમેન બોયફ્રેન્ડ દિપક ચૌહાણ સાથે લગ્ન કર્યા હતા અને લગ્ન પહેલાં દરેક ઈવેન્ટના વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલા છે. આ લગ્ન ગોવિંદાને કારણે પણ ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા. છેલ્લાં અનેક વર્ષથી ગોવિંદા અને કૃષ્ણા અભિષેક વચ્ચે અણબનાવ ચાલી રહ્યો હતો. પરંતુ આખરે આ બધા અણબનાવ ભૂલીને ગોવિંદા મામા તરીકે ફરજ પૂરી કરવા આરતી સિંહના લગ્નમાં હાજરી આપવા પહોંચ્યા હતા.