મનોરંજન

અનુપમાના સેટ પર આગઃ ફિલ્મનગરીમાં પણ પાયાની સુવિધાઓનો અભાવ, કલાકારો પણ નથી સુરક્ષિત

મુંબઈઃ દાદાસાહેબ ફાળકે ચિત્રનગરીના નામે જાણીતી ગોરેગાંવનું ફિલ્મસિટી ફરી તેની સુવિધાઓના મામલે ચર્ચામાં આવ્યું છે. અહીં તમામ મોટી ટીવી સિરિયલ, રિયાલિટી શૉ તેમ જ ફિલ્મોના સેટ હોય છે, જેમાં સુપરસ્ટાર્સથી માંડી હજારો પદડા પાછળના કારીગરો કામ કરતા હોય છે.

આજે ફરી અહીં જાણીતી ટીવી સિરિયલ અનુપમાના સેટ પર આગ લાગવાની ઘટના બની હતી. આગના વીડિયો વાયરલ થયા હતા અને તે જોતા આગ બહુ ભયાનક હોવાનું સમજી શકાય છે. સવારે સાત વાગ્યે શૂટિંગ શરૂ થવાનું હતું અને અહીંના હાથી ગેટ પાસેની જગ્યા પર સિરિયલનો સેટ તૈયાર થઈ રહ્યો હતો. સદ્નસીબે શૂટિંગ ચાલુ થયું ન હોવાથી જાનહાનિ થઈ ન હતી, પરંતુ જો શૂટિંગ શરૂ થઈ ગયું હોત તો જીવન આગમાં હોમાયા હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
સવારે છ વાગ્યે લાગેલી આગે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું અને ભારે ભાગદોડ મચી હતી. ફાયર બ્રિગેડની ગાડીઓ આવ્યા બાદ તેમણે આગ ઓલવાવાનું કામ કર્યું ત્યારે થોડી રાહત થઈ હતી.

આ અંગે એઆઈસીડબલ્યુએ ઑલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિયેશનના પ્રમુખ સુરેશ ગુપ્તાએ ટ્વીટ કરી આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે પ્રોડ્યુસર, ટેલિવિઝન ચેનલ આવી ઘટનાઓ ન થાય તેની કોઈ તકેદારી લેતી નથી. ફાયર સેફ્ટીનો અભાવ એક સાથે કામ એક સેટ પર કામ કરતા સેંકડો કમર્ચારીઓના જીવ સામે જોખમ ઊભું કરે છે. આ બેદરકારી વારંવાર નજર સામે આવી છે, પરંતુ કઈ તકેદારી રાખવામાં આવતી નથી.

સામાન્ય રીતે આપણે એમ કહેતા હોઈએ છીએ કે ગરીબના જીવની કોઈ કિંમત નથી, પરંતુ તમામ સુપરસ્ટાર્સ શૂટિંગ માટે આવતા હોય છે અને કોઈ અનહોની ઘટે તો જરૂરી નથી કે તેમને પણ બચાવી શકાય. જો પહેલેથી તકેદારીના પગલા ન લીધા હોય તો આગજનીની ઘટના જીવલેણ થતા વાર લાગતી નથી. ત્યારે તમામ કાલકારોએ જ સરકાર અને પ્રોડક્શન હાઉસને ફરજ પાડવી જોઈએ કે ફાયર સેફ્ટી સહિતની તમામ સંભવિત હોનારતો સામે રક્ષણ આપતી વ્યવસ્થાઓ રાખવામાં આવે.

આ પણ વાંચો…જાહ્નવી સાથે બહેન ખુશી અને બોયફ્રેન્ડ તો વેકેશનમાં સાથે હોય જ, જુઓ વાયરલ વીડિયો!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.
Back to top button