Poonam Pandey સામે FIRની માંગ, પબ્લિસિટી સ્ટંટ માટે મોતનું નાટક કર્યું
મુંબઈ: અભિનેત્રી પૂનમ પાંડેના નિધનના સમાચારે બધાને ચોંકાવી દીધા હતા. ગઈ કાલે શુક્રવારે તેમના મેનેજરે તેમના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ દ્વારા તેમના મૃત્યુના સમાચાર આપ્યા હતા. હવે અભિનેત્રીએ ખુલાસો કર્યો છે કે તેનું મૃત્યુ થયું નથી (poonam pandey is alive). ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરતા પૂનમે માહિતી આપી છે કે તે જીવિત છે. જેને લઈને અભિનેત્રી સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.
મોડલ પૂનમ પાંડેના કથિત મૃત્યુ સાથે જોડાયેલા તમામ વિવાદો વચ્ચે અને એક પરિચિત વ્યક્તિએ દાવો કર્યા બાદ તેનો મૃતદેહ પૂણેમાં છે. પબ્લિસિસ્ટ Flynn Remedios, X પર એક પોસ્ટ દ્વારા, મુંબઈ પોલીસને અભિનેત્રી પૂનમના કથિત મૃત્યુના કેસની તપાસ કરવા વિનંતી કરી છે. તેણે કહ્યું છે કે સર્વાઇકલને કારણે અભિનેત્રીના મૃત્યુના સમાચારના તથ્યો અને પબ્લિસિટી સ્ટંટ ની તપાસ કરવામાં આવે. અને તપાસ બાદ જો કોઈ અપરાધિક મામલો બહાર આવે તો ભારતીય દંડ સંહિતા (IPC) તેમજ આઈટી એક્ટની (IT act) અન્ય યોગ્ય કલમો હેઠળ FIR દાખલ કરવાનો અનુરોધ કર્યો હતો.
રેમેડીયોસે એમ પણ કહ્યું કે જો પોલીસ કોઈ કાર્યવાહી નહીં કરે તો તે યોગ્ય કોર્ટનો સંપર્ક કરશે. “આ પબ્લિસિટી સ્ટંટ મોટા પાયા પર ફેક ન્યૂઝનો સ્પષ્ટ મામલો છે અને પગલાં લેવા જોઈએ,” તેમણે કહ્યું. દક્ષિણ ગોવામાં અશ્લીલતા માટે કાનાકોના પોલીસ સ્ટેશનમાં પૂનમ વિરુદ્ધ ફોજદારી કેસ પેન્ડિંગ છે. રેમેડિઓસે કહ્યું કે તે આ કેસમાં જામીન પર બહાર છે અને કેનાકોનાની સ્થાનિક પોલીસ તેના ઠેકાણાથી અજાણ છે.
આપને જણાવી દઈએ કે શુક્રવારે અભિનેત્રી પૂનમ પાંડેના મેનેજરે તેમના મૃત્યુની જાણકારી આપી હતી. મેનેજરે ખુલાસો કર્યો કે સર્વાઇકલ કેન્સર સાથેની લડાઈ બાદ 1 ફેબ્રુઆરીની રાત્રે તેણે દુનિયા છોડી દીધી હતી. આ દરમિયાન રાહુલ સહિત ઘણા સેલેબ્સે પૂનમના મૃત્યુને ફેક ગણાવ્યા હતા અને ચાહકોને સવાલો પણ પૂછ્યા હતા. હવે આ સમાચાર સામે આવ્યા બાદ પૂનમને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે.