મનોરંજન

બોલીવુડના જાણીતા ગાયક બાદશાહની મુશ્કેલી વધી, આ કારણસર પંજાબ પોલીસે ગુનો નોંધ્યો…

ગુરુદાસપુરઃ બોલિવુડના પ્રસિદ્ધ સિંગર અને રેપર બાદશાહ સામે પંજાબ પોલીસે ફરિયાદ દાખલ કરી છે. આ પોલીસે ફરિયાદમાં બાદશાહ પર ખિસ્તી ધાર્મિક સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. નોંધનીય છે કે થોડા સમય પહેલા જ બાદશાહનું નવું ગીત વેલ્વેટ ફ્લો રિલિઝ થયું હતું. પોલીસ ફરિયાદમાં આરોપી છે કે, બાદશાહ દ્વારા આ ગીતમાં ચર્ચ અને બાઇબલ જેવો શબ્દોનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેથી આ કેસમાં પંજાબ પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

ગ્લોબલ ક્રિશ્ચિયન એક્શન કમિટી બાદશાહ સામે ફરિયાદ નોંધાવી
અત્રે ઉલ્લેખનીય છે કે, ગ્લોબલ ક્રિશ્ચિયન એક્શન કમિટીએ ગુરદાસપુર નજીક બટાલા જિલ્લાના કિલા લાલ સિંહ પોલીસ સ્ટેશનમાં બાદશાહના નવા ગીત અંગે ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે કાર્યવાહી શરૂ કરતા બાદશાહ સામે FIR દાખલ કરી છે. બાદશાહના નવા ગીત મુદ્દે નારાજ ગ્લોબલ ક્રિશ્ચિયન એક્શન કમિટીના રાષ્ટ્રીય પ્રમુખ જતિન્દર મસીહે કહ્યું કે, વેલ્વેટ ફ્લો ગીતમાં રેપરે બાઇબલ અને ચર્ચના શબ્દોનો ખોટી રીતે ઉલ્લેખ કર્યો છે. આ ગીતે ખ્રિસ્તી સમુદાયના લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડી છે અને તેમની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી છે.

પંજાબ પોલીસે બાદશાહ સામે FIR દાખલ કરી
મહત્વની વાત એ છે કે, ખ્રિસ્તી સમુદાયે એવી બાદશાહની ધરપકડ કરવામાં આવે તેવી માંગણી કરી છે, એટલું જ નહીં પરંતુ આ પહેલા પણ ખ્રિસ્તી સમુદાયના લોકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી હતી. બાદશાહે અત્યારે જે નવું ગીત રિલિઝ કર્યું હતું આ ગીતની શરૂઆતની પંક્તિમાં બાઇબલ અને ચર્ચનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી ખ્રિસ્તી સમુદાયનું કહેવું છે કે, આ અપમાનજનક છે અને તેનાથી અમારા લોકોની લાગણીઓ દુભાઈ છે. FIR તો નોંધાઈ ગઈ છે પરંતુ બાદશાહ સામે કેવી કાર્યવાહી કરવામાં તે જોવું રહ્યું!

નવા ગીતના શબ્દો મુદ્દે બાદશાહ વિવાદમાં સપડાયો
બાદશાહે અનેક સુપરહિટ ગીતો ગાયા છે, પરંતુ કેટલાક ગીતોના શબ્દો માટે તે વિવાદમાં રહ્યો છે અને સોશિયલ મીડિયામાં ટ્રોલ પણ થયો છે. જો કે, બાદશાહના ગીતોને લાખો લોકો પસંગ કરે છે અને તેના ગીતોમાં કરોરો વ્યૂઝ પણ આવતા હોય છે. પરંતુ અત્યારે તે પોતાના નવા ગીતના શબ્દોને લઈને વિવાદમાં આવ્યો છે, અને ફરિયાદ પણ નોંધાયો છે. પંજાબ પોલીસ દ્વારા એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, પરંતુ આ મામલે બાદશાહ કોઈ પ્રતિક્રિયા આપી નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button