ફિલ્મફેર OTT એવોર્ડ્ઝની થઇ જાહેરાત, જાણો કઇ કઇ વેબસિરીઝ, કલાકારોને મળ્યા એવોર્ડ
કન્ટેન્ટના વૈવિધ્યને કારણે ફિલ્મો અને ટીવીજગતને જબરી ટક્કર આપતું OTT આજે દરેકના મોબાઇલ ફોનમાં કાયમી સ્થાન જમાવીને બેઠું છે. હાલના સમયમાં ભાગ્યે જ એવો કોઇ વ્યક્તિ મળી આવશે કે જેણે OTT પર કોઇ વેબ સિરીઝ જોઇ ન હોય. ત્યારે ફિલ્મફેર દ્વારા OTT પ્લેટફોર્મ્સ પર સારુ કન્ટેન્ટ આપતા લોકોને બિરદાવવા માટે ફિલ્મફેર OTT એવોર્ડ્ઝ શરૂ થયા છે. આવો જાણીએ આ વર્ષે કઇ વેબસિરીઝ તથા કલાકારોને ફિલ્મફેર દ્વારા સન્માનવામાં આવ્યા.
આલિયા ભટ્ટ, વિજય વર્મા, સુવિન્દર વિકી, રાજશ્રી દેશપાંડે, કરિશ્મા તન્ના, સોનાક્ષી સિંહા, મનોજ બાજપેયી, રાજકુમાર રાવ, શર્મિલા ટાગોર અને સાન્યા મલ્હોત્રા સહિતના ધુરંધર અભિનેતાઓ અને અભિનેત્રીઓને તેમના પ્રતિભા માટે અલગ અલગ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા છે. વિક્રમાદિત્ય મોટવાણીની વેબસિરીઝ ‘જ્યુબિલી’એ 9 એવોર્ડ જીત્યા છે. બેસ્ટ સિનેમેટોગ્રાફર, બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇન, બેસ્ટ VFX, બેસ્ટ બેકગ્રાઉન્ડ મ્યૂઝિક, બેસ્ટ ઓરિજિનલ સાઉન્ડટ્રેક અને બેસ્ટ સાઉન્ડ ડિઝાઇન સહિતની કેટેગરીમાં તેને એવોર્ડ્ઝ મળ્યા.
જો કે બેસ્ટ વેબસિરીઝની કેટેગરીમાં સ્કૂપ મેદાન મારી ગઇ હતી. બેસ્ટ સિરીઝ ક્રિટિક્સ ચોઇસ તરીકે ટ્રાયલ બાય ફાયર તથા બેસ્ટ ડિરેક્ટર તરીકેનો એવોર્ડ વિક્રમાદિત્ય મોટવાનેને જ્યુબિલી માટે મળ્યો. ક્રિટિક્સ ચોઇસ બેસ્ટ ડિરેક્ટર કેટેગરીમાં કોહરા વેબસિરીઝ માટે રણદીપ ઝા, બેસ્ટ એક્ટર તરીકે દહાડ વેબ સિરીઝ માટે વિજય વર્માને મળ્યો. બેસ્ટ એક્ટર મહિલા કેટેગરીમાં સ્કૂપ વેબ સિરીઝ માટે કરિશ્મા તન્નાને તથા સોનાક્ષી સિંહાને દહાડ વેબ સિરીઝ માટે મળ્યો હતો.
ખાસ વાત એ રહી કે પ્રખ્યાત બોલીવુડ કલાકારો પણ OTTમાં પર્ફોર્મન્સ માટે એવોર્ડ લઇ ગયા. વેબ ઓરિજિનલ ફિલ્મ કેટેગરીમાં મનોજ બાજપાઇ ‘સિર્ફ એક હી બંદા કાફી હૈ’ માટે બેસ્ટ એક્ટર એવોર્ડ લઇ ગયા. ‘સિર્ફ એક હી બંદા કાફી હૈ’ને બેસ્ટ વેબ ઓરિજીનલ ફિલ્મ માટે પણ એવોર્ડ મળ્યો. ક્રિટીક્સ ચોઇસમાં રાજકુમાર રાવ બેસ્ટ એક્ટરનો એવોર્ડ ‘મોનિકા ઓ માય ડાર્લિંગ’ માટે લઇ ગયા, તો મહિલાઓની કેટેગરીમાં આલિયા ભટ્ટને બેસ્ટ એકટ્રેસ એવોર્ડ ડાર્લિંગ્સ માટે જ્યારે એ જ ફિલ્મ માટે શેફાલી શાહને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો. બેસ્ટ એક્ટ્રેસ ક્રિટિક્સ ચોઇસ એવોર્ડ શર્મિલા ટાગોરને ગુલમોહર માટે તથા સાન્યા મલ્હોત્રાને કઠહલ માટે મળ્યો.
આ રહ્યું અન્ય કેટેગરીના એવોર્ડ્ઝનું લિસ્ટ:
બેસ્ટ સપોર્ટિંગ એક્ટર, સિરીઝ (પુરુષ): ડ્રામા – બરુણ સોબતી (કોહરા)
બેસ્ટ સપોર્ટિંગ એક્ટર, સિરીઝ (સ્ત્રી): ડ્રામા – તિલોત્તમા શોમ (દિલ્હી ક્રાઈમ સીઝન 2)
બેસ્ટ એક્ટર, સિરીઝ (પુરુષ): કોમેડી – અભિષેક બેનર્જી (ધ ગ્રેટ વેડિંગ્સ ઓફ મુન્નેસ)
બેસ્ટ એક્ટર, સિરીઝ (સ્ત્રી): કોમેડી – માનવી ગાગ્રુ (ટીવીએફ ટ્રિપલિંગ)
બેસ્ટ ડિરેક્ટર વેબ ઓરિજિનલ ફિલ્મ – અપૂર્વ સિંહ કાર્કી (સિર્ફ એક બંદા કાફી કાફી)
બેસ્ટ સપોર્ટિંગ એક્ટર, વેબ ઓરિજિનલ ફિલ્મ (પુરુષ) – સૂરજ શર્મા (ગુલમોહર)
બેસ્ટ સપોર્ટિંગ એક્ટર, સિરીઝ (પુરુષ): કોમેડી – અરુણાભ કુમાર (TVF પિચર્સ S2)
બેસ્ટ કોમેડી (સિરીઝ/સ્પેશિયલ) – TVF પિચર્સ S2
બેસ્ટ નોન-ફિક્શન ઓરિજિનલ, (સિરીઝ/વિશેષ) – સિનેમા મરતે દમ તક.