Sikandar Teaser: ફિલ્મ સિકંદરનું ટીઝર રિલીઝ , સલમાન ખાન એક્શન સિનમાં જોવા મળ્યો

મુંબઇ : બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન હાલ આગામી ફિલ્મ ‘સિકંદર’ને લઈને(Sikandar Teaser)ચર્ચામાં છે. જ્યારથી અભિનેતાની ફિલ્મની જાહેરાત થઈ છે ત્યારથી તેના ફેન્સમાં અલગ જ માહોલ છે. ફેન્સ ફિલ્મ વહેલી રિલીઝ થાય તેની રાહ જોઈ રહ્યા છે. થોડા સમય પહેલા ફર્સ્ટ લૂક પોસ્ટર જાહેર કરવામાં આવ્યું હતું. જેણે હલચલ મચાવી દીધી હતી અને હવે નિર્માતાઓએ ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું છે.
ફિલ્મનું ટીઝર રિલીઝ કરાયું
થોડા દિવસો પહેલા, ‘સિકંદર’ના નિર્માતાઓએ જાહેરાત કરી હતી કે તેઓ આ ફિલ્મનું ટીઝર 27 ડિસેમ્બરના રોજ સલમાન ખાનના જન્મદિવસ પર રિલીઝ કરશે. પરંતુ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન પર શ્રદ્ધાંજલિ આપતા તેને મોકૂફ રાખ્યું હતું. આ પછી, એવી માહિતી આપવામાં આવી હતી કે તે આજે એટલે કે 28મી ડિસેમ્બરે રાત્રે 11:07 વાગ્યે રિલીઝ થવા જઈ રહ્યું છે. પરંતુ પછી નિર્માતાઓએ તેનો સમય બદલી નાખ્યો અને હવે તેને આખરે 4:05 વાગ્યે રિલીઝ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ભાઇજાનના બર્થ-ડે પર વાયરલ થઇ પ્રિતી ઝિન્ટાની પોસ્ટ
સલમાન ખાનનો એક્શન રોલ
1 મિનિટ 41 સેકન્ડના આ ટીઝરમાં જોઈ શકાય છે કે સૌથી પહેલા સલમાન ખાનની ગ્રાન્ડ એન્ટ્રી થઈ છે. તેની બાદ ડાયલોગ આવે છે, જેમાં કહેવામાં આવે છે કે “મેં સાંભળ્યું છે કે ઘણા લોકો મારી પાછળ છે. બસ મારા પરત આવવાની વાર છે. તેની બાદ અભિનેતાનો એક્શન રોલમાં જોવા મળે છે. જે ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.
આ પણ વાંચો: Ambani Familyએ જામનગર ખાતે આ કોનો બર્થડે સેલિબ્રેટ કર્યો? વીડિયો થયા વાઈરલ…
સિકંદર ઈદ પર કમાલ કરશે
સલમાન ખાન અભિનીત ‘સિકંદર’ એ આર મુરુગાદોસ દ્વારા નિર્દેશિત છે અને સાજિદ નડિયાદવાલા દ્વારા નિર્મિત છે. આ હાઈ-ઓક્ટેન એક્શન ફિલ્મની રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી. પરંતુ એવું ચોક્કસ કહેવાય છે કે આ ફિલ્મ ઈદ 2025 પર રિલીઝ થશે અને ચાહકો તેના માટે ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મમાં સલમાન ખાન સાથે રશ્મિકા મંદાના જોવા મળશે અને આ પહેલીવાર હશે જ્યારે બંને સ્ટાર્સ એક ફિલ્મમાં સાથે સ્ક્રીન શેર કરશે.