મનોરંજન

Fighter Movie ના સિનને લઈને ઋત્વિક, દિપીકા સહિત મેકર્સ પર Airforce ની સ્ટ્રાઈક! લીગલ નોટિસ ફટકારી

તાજેતરમાં જ રીલીઝ થયેલી ફિલ્મ ‘ફાઇટર’ લોકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી હતી. Indian Air Force ની આસપાસ રમતી આ ફિલ્મમાં ઋત્વિક અને દિપીકાની કેમેસ્ટ્રીના પણ લોકોએ ખૂબ વખાણ કર્યા હતા. પરંતુ વાસ્તવિકતામાં જ ભારતીય વાયુ સેનાએ આ ફિલ્મના મેકર્સ અને કલાકારો સામે વાંધો ઉઠાવ્યો છે (fighter movie kissing scene). ફિલ્મના ઋત્વિક-દિપીકાના કિસીંગ સિનને લઈને IAFના એક અધિકારીએ આ કલાકારો સહિત મેકર્સને નોટિસ (legal notice) પાઠવી છે.

ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદ સહિત મેકર્સને આસામના વાયુસેના અધિકારી સૌમ્ય દીપ દાસ દ્વારા આ નોટિસ પાઠવવામાં આવી છે. તેનું કહેવું છે કે આ કિસીંગ વાયુ સેનાના યુનિફોર્મમાં ભજવવામાં આવી રહ્યો છે. જે ઇન્ડિયન એર ફોર્સની ગરિમાને ઠેંસ પહોંચાડે છે. આ સીન બજાવતા બંને કલાકારો (kissing scene Hrithik-Deepika) એર ફોર્સના યુનિફોર્મમાં જોવા મળે છે. તેને કહ્યું કે આ યુનિફોર્મ માત્ર એક કપડું જ નથી, પરંતુ અમારી ડ્યૂટી, નિ:સ્વાર્થ સેવા અને નેશનલ સિક્યોરિટીને લઈને અમારી અતૂટ પ્રતિબદ્ધતાનું પાવરફૂલ પ્રતિક છે.

નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, “ફિલ્મમાં એરફોર્સના અધિકારીઓને આવી પ્રવૃત્તિઓ કરતા બતાવવાથી હજારો એરફોર્સ અધિકારીઓના બલિદાન અને સમર્પણને ઓછું અંકાય છે. જેમણે દેશની સુરક્ષા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો છે.” આનાથી લોકોને સંદેશો મળે છે કે ભારતીય વાયુસેનાના અધિકારીઓ તેમની ફરજો પ્રત્યે ગંભીર નથી અને તેઓ તેમની પર્સનલ લાઈફને લઈને વધુ ચિંતિત છે.

આ નોટિસમાં વધુમાં એ પણ લખવામાં આવ્યું છે કે વાયુસેનાના અધિકારીને આમ ખોટી રીતે રજૂ કરવા તે ન માત્ર ઇન્ડિયન એર ફોર્સની લાગણીઓને ઠેંસ પહોંચે છે પરંતુ ફોર્સને લઈને લોકોમાં જે સન્માન છે તેને પણ તે ઓછું કરે છે. નોટિસમાં અધિકારી ઉમેરે છે કે, આ સીન ઘણા કાયદાકીય અને સેવા આચાર સંહિતોનું ઉલ્લંઘન કરે છે. સૌ પ્રથમ, તે ભારતીય વાયુસેના અધિનિયમ 1950ની કલમ 45-47નું ઉલ્લંઘન કરે છે, જે કહે છે કે આ સેવાને કોઈ બદનામ કરી શકે નહીં.

તેમની માંગ છે કે આ સીનને તાત્કાલિક અસરથી ફિલ્મમાંથી હટાવી દેવામાં આવે અને મેકર્સ લેખિતમાં ખાતરી પણ આપે કે તેઓ ભવિષ્યમાં એરફોર્સની છબીને ક્યારેય ખોટી રીતે રજૂ કરશે નહીં.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button