મનોરંજન

Film કરતાં પહેલાં આ કામ કરતી હતી Bachchan Familyની Female Member…

બોલીવૂડ એક્ટ્રેસ અને બચ્ચન પરિવારની બહુરાની ઐશ્વર્યા રાય બચ્ચન (Bollywood Actress Aishwarya Rai Bachchan)એ ફિલ્મોમાં તો સારું નામ કમાવ્યું છે, પણ શું તમને ખબર છે કે ફિલ્મો આવતા પહેલાં શું કરતી હતી? ચાલો આજે તમને જણાવીએ…

ઐશ્વર્યા રાય બચ્ચને ફિલ્મોમાં આવતા પહેલાં મોડેલિંગમાં પણ હાથ અજમાવી ચૂકી છે અને ફિલ્મોની જેમ જ ત્યાં પણ તેણે પોતાના નામનો ડંકો વગાડ્યો હતો. મિસ વર્લ્ડ બનતાં પહેલાં જ મોડેલિંગ અને એડ વર્લ્ડમાં ઐશ્વર્યાનું નામ ગૂંજવા લાગ્યું હતું.
સુષ્મિતા સેને (Bollywood Actress Sushmita Sen)એ ખુદ એક ઈન્ટરવ્યુમાં આ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે ઐશ્વર્યા રાય સાથે ટક્કર છ અને આ સાંભળીને હું ખુદ મિસ ઈન્ડિયા કોન્ટેસ્ટમાં ભાગ લેતાં ડરી રહી હતી. આખરે મમ્મીએ મને હિંમત આપી અને મેં કોન્ટેસ્ટમાં ભાગ લીધો હતો. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ઐશ્વર્યાએ આ કોન્ટેસ્ટ પહેલાં જ એડ વર્લ્ડમાં પોતાનો ડંકો વગાડ્યો હતો અને એની સાબિતી આપતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. 1996ની એડ છે જેમાં જોવા મળેલી ઐશ્વર્યાની સુંદરતા તમને ઘાયલ કરી શકે છે..

ધ 90ઝ ઈન્ડિયાઝ નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં ઐશ્વર્યા એક ક્લોધિંગ બ્રાન્ડની જાહેરાત કરી રહી છે. આ એડમાં ઐશ્વર્યા અલગ અલગ ગેટઅપમાં જોવા મળી રહી છે અને એ વાતમાં કોઈ જ શંકા નથી કે દરેક લૂકમાં ઐશ્વર્યા એકદમ લાજવાબ લાગી રહી છે.

આ સુંદર એડ જોઈને એક યુઝરે એના પર કમેન્ટ કરતાં લખ્યું છે કે આ એડ જોઈને જ કદાચ સંજય લીલા ભણસાલીને તેમની નંદિની મળી ગઈ હશે. બીજા એક યુઝરે લખ્યું હતું કે એ સમયની ફેશન એકદમ કમાલની હતી. ત્રીજા એક યુઝરે લખ્યું છે કે આટલા સુંદર અને હેન્ડસમ, બ્યુટીફૂલ મોડેલ્સ આજના સમયમાં નથી મળતા. યુઝર્સ તો ત્યાં સુધી કહી રહ્યા છે કે આ એડ એક ફિલ્મ જેવી જ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button