મનોરંજન

હેરાફેરી 3: અક્ષય, સુનીલ કે પરેશ રાવલ? કોણે લીધી સૌથી વધુ ફી?

મુંબઈ: ‘હેરાફેરી’ ફિલ્મના ચાહકો તેની સિરીજની જાહેરાત બાદ આતુરતાપુર્વક તેની રાહ જોઈ રહ્યા હતા. ફિલ્મ કરવાની ના પાડી ચૂકેલા પરેશ રાવલ પણ હવે તો પાછા ફરી ચૂક્યા છે. પરેશ રાવલ, અક્ષય કુમાર અને સુનીલ શેટ્ટી એમ ફિલ્મના ત્રણે મુખ્ય કલાકારો પહેલી સીઝનથી ફિલ્મ સાથે જોડાયેલા છે. ત્યારે હવે આ ફિલ્મ માટે કોને સૌથી વધારે ફી વસૂલી છે? આવો જાણીએ.

અક્ષય કુમારના બંને હાથમાં લાડુ
‘હેરાફેરી-3’માં સૌથી વધારે ફાયદો અક્ષય કુમારને થવાનો છે. આ ફિલ્મ માટે નિર્માતા પાસેથી તેને 20 કરોડ રૂપિયા ફી મળી રહી છે. આ સિવાય ફિલ્મના નિર્માતા સાથે તેણે ફિલ્મના નફામાં પણ ભાગનો કરાર કર્યો છે, તેથી ફી અને નફો બંનેને ભેગા કરી દેવામાં આવે તો 60થી 145 કરોડ સુધીની કમાણી થઈ શકે છે.

સુનીલ શેટ્ટી બેથી પાંચ કરોડની ફી લેતો હોવાનો દાવો
આ ફિલ્મ માટે સુનિલ શેટ્ટીની ફી અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. પરંતુ સૂત્રોના જણાવ્યાનુસાર, સુનીલ શેટ્ટી 2થી 5 કરોડ રૂપિયાની વચ્ચે ફી લેતો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

ફિલ્મમાં પાછા ફરેલા પરેશ રાવલની ફી કેટલી?
હેરા ફેરી ફિલ્મમાં બાબુરાવના પાત્રએ સૌને ખૂબ હસાવ્યા છે. આ પાત્રને યાદગાર બનાવવા પાછળ પરેશ રાવલની મહેનત જવાબદાર છે. ફિલ્મના ત્રીજા ભાગ માટે આ પીઢ અભિનેતાએ 15 કરોડ રૂપિયા ફી વસૂલી છે.

અગાઉ પરેશ રાવલને સાઇનિંગ અમાઉન્ટ આપી હતી
ઉલ્લેખનીય છે કે,’હેરા ફેરી 3’ની જાહેરાત થયાના થોડા સમય બાદ પરેશ રાવલે ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. અગાઉ ફિલ્મના નિર્માતા દ્વારા પરેશ રાવલને 11 લાખ રૂપિયાની સાઇનિંગ અમાઉન્ટ આપવામાં આવી હતી. પરંતુ કાનૂની કાર્યવાહી બાદ તેમણે સાઇનિંગ અમાઉન્ટ પરત કરી દીધી હતી.

આપણ વાંચો : કવર સ્ટોરી: ‘હેરાફેરી’માં આ તે કેવી હેરાફેરી…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button