આતંકવાદી હુમલા બાદ ફવાદ ખાનની ફિલ્મ અબીર ગુલાલ ગીતો યુટ્યુબ ઇન્ડિયા પરથી OUT

નવી દિલ્હીઃ પહેલગામ આતંકવાદી હુમલા મુદ્દે ભારતભરમાં વિરોધ થઈ રહ્યો છે, ખાસ કરીને વાત કરવામાં આવે તો તેના કારણે પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન અને ભારતીય અભિનેત્રી વાણી કપૂરની ફિલ્મ અબીર ગુલાલ પર પ્રતિબંધ મુકવાની માંગણી થઈ હતી.
લોકો આ ફિલ્મનો બહિષ્કાર કરવાની માંગણી પણ કરી રહ્યાં હતાં. ભારતીય લોકોએ દરેક બાબતમાં પાકિસ્તાનનો વિરોધ કર્યો છે, તેમાં હવે ફવાદ ખાનની ફિલ્મ અબીર ગુલાલનો પ્રચાર કરતી તમામ પ્રકારની સામગ્ર હટાવવામાં આવી રહી છે.
આપણ વાંચો: પહેલગામના હુમલા બાદ ફવાદ ખાનની ફિલ્મની રિલિઝ સામે સંકટ…
અબીર ગુલાલ ફિલ્મના ગીતો યુટ્યુબ ઇન્ડિયા પરથી હટાવી દેવાયા
નોંધનીય છે કે, ફવાદ ખાનની ફિલ્મના બે ગીતો, ખુદાયા ઇશ્ક અને અંગ્રેજી રંગરસિયાને અગાઉ રિલિઝ કરવામાં આવ્યાં હતાં. તે ગીતોને હવે યુટ્યુબ ઇન્ડિયા પરથી હટાવી દેવામાં આવ્યાં છે. બંને ગીતો એ રિચર લેન્સ એન્ટરટેઈનમેન્ટની અધિકૃત યુટ્યુબ ચેનલો સાથે સાથે સારેગામા પર ઉપલબ્ધ હતા. જોકે, તે હવે આ પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવ્યાં છે.
એટલું જ નહીં પરંતુ બે ગીતો રિલિઝ થવાના હતાં પરંતુ હવે તે રિલિઝ થશે કે કેમ તે અંગે પણ પ્રશ્ન છે! નોંધનીય છે કે, આ ફિલ્મ અબીર ગુલાલ 9 મેના રોજ રિલિઝ થવાની હતી. આ ફિલ્મમાં લીસા હેડન, રિદ્ધિ ડોગરા, ફરીદા જલાલ, સોની રાઝદાન, પરમીત સેઠી અને રાહુલ વોહરા પણ મુખ્ય ભૂમિકામાં છે. પરંતુ આ ફિલ્મને ભારતમાં રિલિઝ કરવામાં આવશે નહીં.
આપણ વાંચો: ફવાદ ખાનની બોલિવૂડમાં વાપસીને મનસેનો વિરોધ
ફવાદ ખાનની અબીર ગુલાલ ભારતમાં રિલિઝ નહીં થાય
રાજ ઠાકરેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ આ ફિલ્મનો વિરોધ કર્યા હતો. આખરે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવપૂર્ણ માહોલમાં બોલિવુડ ફિલ્મમાં પાકિસ્તાની અભિનેતાને લેવા અયોગ્ય છે.
જેના કારણે માહિતી અને પ્રસારણ મંત્રાલયે હવે પુષ્ટિ આપી છે કે , અબીર ગુલાલ ભારતમાં રિલિઝ થશે નહીં. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝે પણ પાકિસ્તાની કલાકારો સાથે કામ કરવા સામે પોતાનો વલણ પુનરાવર્તિત કર્યો છે, જેના કારણે આવા સહયોગ પર પ્રતિબંધ મૂકવાની માંગણીઓ વધુ તીવ્ર બની છે.
સ્વાભાવિક છે કે, બોલિવુડ પાસે અનેક અભિનેતાઓ છે તો પછી શા માટે પાકિસ્તાની અભિનેતા સાથે બોલિવુડે કામ કરવું જોઈએ? આવા અનેક સવાલો લોકો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને કરી રહ્યાં છે.