આ એક્ટ્રેસના હાથ પર જોવા મળ્યા કટ્સના નિશાન, વીડિયો થયો વાઈરલ… | મુંબઈ સમાચાર

આ એક્ટ્રેસના હાથ પર જોવા મળ્યા કટ્સના નિશાન, વીડિયો થયો વાઈરલ…

બોલીવૂડ એક્ટ્રેસ ફાતિમા સના શેખે ખૂબ જ ઓછા સમયમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ ઊભી કરી છે અને પોતાની એક્ટિંગથી ફેન્સને દિવાના બનાવ્યા છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈકલ થઈ રહ્યો છે અને આ વીડિયોને કારણે ફાતિમા સના શેખની લવ લાઈફની ચર્ચા થઈ રહી છે.

આ વીડિયોમાં ફોકસ ફાતિમાના હાથ પર છે અને એ દરમિયાન તેના હાથ પર કટ્સ જોવા મળે છે. એક યુઝરે આ વીડિયો શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે સેલેબ્સને પણ પ્રેમમાં નિષ્ફળતાનો સામનો કરવો પડે છે. આ એક ફેઝ હોય છે લાઈફનો…

આપણ વાંચો: અર્જુન રામપાલની દીકરી સુંદરતામાં તો બોલીવૂડ એક્ટ્રેસને પણ આપે છે ટક્કર…

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલો આ વીડિયો ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શર્મા શોનો છે. આ વીડિયોમાં ફાતિમા સના શેખના હાથમાં ફોકસ કરવામાં આવ્યું છે અને આ જ દરમિયાન તેના હાથ પર કેટલાક કટ્સના નિશાન જોવા મળે છે. બસ આ વીડિયો કોઈ યુઝરે સોશિયલ મીડિયા પર અપલોડ કરી નાખ્યો અને ચર્ચાઓ તેમ જ અટકળોનો દોર શરૂ થઈ ગયો.

વાઈરલ થઈ રહેલાં વીડિયોને જોતા જ યુઝર્સ જાત જાતની અટકળો લગાવી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે સુસાઈડ કરવાની ટ્રાય કરી હશે, એના જ નિશાન છે. પરંતુ જરૂરી નથી કે પ્રેમમાં તેણે આવું કર્યું હોય. બીજા એક યુઝરે લખ્યું હતું કે હા મેં પણ જોયું હતું કપિલ શર્માના શો પર. ત્રીજા એક યુઝરે લખ્યું હતું કે સેલેબ્સ પણ આપણા જેવા જ છે.

પ્રેમમાં તેમને પણ થાય છે અને ધોખો પણ થાય છે. જજ ના કરવું જોઈએ. જોકે, કેટલાક લોકો એવા પણ છે કે જેઓ કહી રહ્યા છે કે આ નિશાન કોઈ બીજી વસ્તુના પણ હોઈ શકે છે. જરૂરી નથી સુસાઈડના જ હોય.

આપણ વાંચો: ઐશ્વર્યા કે દીપિકા નહીં કતરની રાજકુમારી આ બોલીવૂડ એક્ટ્રેસને કરે છે ફોલો, 10 મિનિટ લાંબો કિસિંગ સીન આપીને…

ફાતિમાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ઠગ્સ ઓફ હિંદુસ્તાનના નિષ્ફળતા બાદ તેનો આત્મવિશ્વાસ હલી ગયો હતો. સફળતા મળ્યા બાદ પણ તેને લાગતું હતું કે તે લીડ રોલમાં ફીટ નથી બેસતી. ત્યાર બાદ તેને ઈમ્પોસ્ટર સિન્ડ્રોમ થઈ ગયો હતો. પાંચ વર્ષ સુધી તો તેને એ વાતને એક્સેપ્ટ કરતાં લાગ્યા કે તેને ઈમ્પોસ્ટર સિન્ડ્રોમ છે. ત્રણ વર્ષ પ્રોફેશનલ હેલ્પ લીધી હતી.

ફાતિમા સના શેખની ગણતરી બોલીવૂડની ટોચની એક્ટ્રેસમાં કરવામાં આવે છે. દર્શકોને તેમની એક્ટિંગ ખૂબ જ પસંદ આવે છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. થોડાક સમય પહેલાં જ ફાતિમા સના શેખનું નામ આમિર ખાને સાથે જોડાયું હતું, પણ બાદમાં આ માત્ર એક અફવા હોવાનું જાણવા મળ્યું હતું.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button