એનિમલ ફિલ્મ જોઈને પિતા અને પુત્રએ એ કર્યું કંઈક એવું કે… વીડિયો થયો વાઈરલ…
બોક્સ ઓફિસ પર કમાણીના મામલે ધમાલ મચાવતી ફિલ્મ એનિમલને લઈને રોજ નવી નવી સ્ટોરીઓ સામે આવતી હોય છે. પરંતુ આજે અમે અહીં તમારા માટે એક એવી હૃદયસ્પર્શી સ્ટોરી લઈને આવ્યા છીએ કે જેને વાંચીને તમારું હૃદય પણ દ્રવી ઉઠશે. આ ફિલ્મ જોઈને દોઢ વર્ષથી પુત્રથી નારાજ પિતાએ પોતાની નારાજગી તોડીને તેને ગળે લગાવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે અને લોકો આ વીડિયોને જોઈ રહ્યા છે.
‘એનિમલ’ ફિલ્મની વાત કરીએ તો તે એક પિતા અને પુત્ર વચ્ચેનો અનોખો સંબંધ દર્શાવે છે. આ ફિલ્મમાં રણબીર કપૂર પુત્રની ભૂમિકામાં છે, જ્યારે અનિલ કપૂર પિતાની ભૂમિકામાં છે. એક તરફ રીલ લાઈફ ફિલ્મ ‘એનિમલ’ની ચર્ચા થઈ રહી છે ત્યારે હવે એક રિયલ લાઈફ પિતા-પુત્રની જોડીનો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. આ વીડિયોની સાથે એવી કેપ્શન પણ પોસ્ટ કરવામાં આવી છે કે ‘આ છે સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મનું પરિણામ’. જ્યારે વીડિયોના ડિસ્ક્રિપેશનમાં એવું લખવામાં આવ્યું છે કે ફિલ્મ ‘એનિમલ’ જોયા બાદ એક પિતાએ દોઢ વર્ષ પછી પોતાના પુત્ર સાથેની નારાજગીનો અંત આણ્યો છે.
વાઈરલ થઈ રહેલાં આ વીડિયો પર નેટીઝન્સ અલગ અલગ પ્રતિક્રિયાાઓ આપી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું છે કે જો મેં મારા પિતાને ‘એનિમલ’ ફિલ્મ બતાવી હોત તો તેમણે દોઢ વર્ષ સુધી મારી સાથે અબોલા નહીં લેત. બીજા એક યુઝરે એવું કહ્યું હતું કે મને નથી લાગતું કે અંકલે આખી ફિલ્મ જોઈ હશે. શું તમને ખરેખર લાગે છે કે ફિલ્મ ‘એનિમલ’માં પિતા-પુત્રના સંબંધો પર ટિપ્પણી કરવામાં આવી છે? એક યુઝરે એમ પણ લખ્યું કે, રણબીર ફિલ્મમાં સતત તેના પિતાનું અપમાન કરી રહ્યો છે.
વાત કરીએ એનિમલ ફિલ્મની તો તે એક ખૂબ જ ધનિક ઉદ્યોગપતિ બલબીર સિંહ (અનિલ કપૂર) અને તેના પુત્ર અર્જુન સિંહ (રણબીર કપૂર)ની આસપાસ ફરે છે. જેમાં બોબી દેઓલે વિલનનો રોલ કર્યો છે. જ્યારે સાઉથની ફેમસ એક્ટ્રેસ રશ્મિકા મંદાનાએ રણબીરની પત્નીનો રોલ કર્યો છે.