આ એક્ટરના પ્રેમમાં પાગલ છે Farah Khan? સંબંધને મળી સંતાનોની મંજૂરી!

બોલીવૂડની જાણીતી કોરિયોગ્રાફર-ડાયરેક્ટર ફરાહ ખાન (Bollywood’s Most Famous Choreographer And Director Farah Khan) પોતાના સ્ટ્રેટ ફોર્વર્ડ અને આખા બોલા સ્વભાવને કારણે પંકાયેલી છે. હાલમાં જ કોરિયોગ્રાફર કોમેડિયન કપિલ શર્માના શો ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો (Kapil Sharma’s Show The Great Indian Kapil Show)માં પહોંચી હતી અને ત્યાં તેણે પોતાના લગ્નજીવનને લઈને જે ખુલાસો કર્યો છે એ જાણીને તમામ લોકો ચોંકી ઉઠ્યા છે. આવો જોઈએ આખરે ફરાહે એવું તે શું કહ્યું કે શું કર્યું એ-
વાત જાણે એમ છે કે કપિલના શો પર ફરાહ ખાન ઝક્કાસ મેન એક્ટર અનિલ કપૂર (Bollywood Actor Anil Kapoor) સાથે પહોંચી હતી. દરમિયાન કપિલે અનિલ કપૂરને પૂછ્યું કે કઈ હોલીવૂડ એક્ટ્રેસના અફેયર સાથેના સમાચાર સાંભળવાનું તમને ગમશે? આનો જવાબ અનિલ કપૂર આપે એ પહેલાં ફરાહ ખાને જણાવ્યું હતું કે બધી એક્ટ્રેસ સાથે. જોકે, બાદમાં અનિલ કપૂરે પણ આ વાત સાથે સહમતિ દર્શાવી હતી. અનિલ કપૂર બાદ આ જ સવાલ કપિલે ફરાહ ખાનને પૂછ્યો હતો. ફરાહે આ સવાલનો જે જવાબ આપ્યો છે એ જોઈને તમે પણ ચોંકી ઉઠશો.
આ પણ વાંચો : ઓન સ્ટેજ Aishwarya Rai Bachchanએ કોને આપી Flying Kiss?? Farah Khanએ આપ્યું આવું રિએકશન?
કપિલના સવાલનો જવાબ આપતાં ફરાહ ખાન (Bollywood’s Most Famous Choreographer And Director Farah Khan)એ કહ્યું હતું કે ટોમ ક્રુઝ (Tom Cruise). ટોમ ક્રુઝ મને ખૂબ જ પસંદ છે અને એની સાથે અફેર કરવા માટે તો મેં મારા દીકરાઓ પાસેથી પણ પરમિશન લઈ લીધી છે. ફરાહનો આ જવાબ સાંભળીને અર્ચનાએ કહ્યું કે તારે આના માટે તારા પતિ શિરીષ કુંદરની પરવાનગી લેવી જોઈએ. અર્ચનાની આ કમેન્ટનો જવાબ આપતા ફરાહે કહ્યું હતું કે મારો પતિ તો ક્યારથી મને કહી રહ્યો છે કે કંઈક કર….
ફરાહનો આ હાજરજવાબી સ્વભાવ જોઈને ફેન્સને તો જલસો પડી ગયો હતો. ટૂંકમાં કહીએ તો ફરાહ ખાનની હાજરીને કારણે આ અઠવાડિયે કપિલ શર્માનો એપિસોડ એકદમ મજેદાર રહ્યો હતો.