આઠ કલાકની શિફ્ટ મુદ્દે હવે ફરાહ ખાને દીપિકા પદુકોણ પર સાધ્યું નિશાન, શું કહ્યું?

મુંબઈ: કોરિયોગ્રાફર ફરાહ ખાન પોતાના વ્લોગને લઈને આજકાલ વધારે ફેમસ થઈ રહી છે. તે બોલીવુડની જાણીતી હસ્તીઓના ઘરે પોતાના શેફ દીલિપને લઈને જાય છે, જ્યાં તે જમવાનું બનાવવાની સાથે પોતાનો વ્લોગ પણ બનાવે છે. તાજેતરમાં ફરાહ ખાન અભિનેતા રોહિત સરાફના ઘરે ગઈ હતી. જેમાં તેણે અભિનેત્રી દીપિકા પદુકોણ પર કટાક્ષ કર્યો હતો.
દીપિકા પદુકોણ પાસે સમય નથી
છેલ્લા કેટલાક સમયથી ફરાહ ખાન અભિનેતા રોહિત સરાફ સાથે વ્લોગ બનાવવા ઈચ્છતી હતી. પરંતુ રોહિત સરાફ પાસેથી જલ્દી ડેટ્સ ન મળવાના કારણે તેને વ્લોગ બનાવવામાં મોડું થયું હતું. આ વાતનો ફરાહ ખાતે પોતાના નવા વ્લોગમાં ઉલ્લેખ કર્યો છે.
આ પણ વાંચો: છપરી લોકોનો તહેવાર છે હોળી, ફરાહ ખાનની કમેન્ટ પર ભડક્યા યુઝર્સ
રોહિત સરાફ સાથેના વ્લોગમાં ફરાહ ખાને જણાવ્યું કે, “હું ઘણા સમયથી રોહિત સરાફ સાથે શૂટ કરવા ઈચ્છતી હતી, પરંતુ રોહિત સરાફ મને ડેટ્સ આપી રહ્યો નહોતો.” જેના જવાબમાં રોહિત સરાફે જણાવ્યું કે, “હું મારી મા પાસે ડેટ્સ લઈ રહ્યો હતો.”
રોહિત સરાફના ઘરે જમવાનું બનાવતી વખતે ફરાહ ખાને કહ્યું હતું કે “ડેટ્સ આપવમાં આટલો સમય તો દીપિકા પદુકોણે પણ નથી લગાવ્યો.” ત્યારે ફરાહ ખાનના શેફ દીલિપે પૂછ્યું કે, “દીપિકા પદુકોણ તમારા શોમાં ક્યારે આવશે?” દીલિપના સવાલના જવાબમાં ફરાહ ખાને મજાક કરતા કહ્યું કે, “જ્યારે તું ગામડે જઈશ, ત્યારે તે આપણા શોમાં આવશે. દીપિકા પદુકોણ હવે માત્ર 8 કલાક શૂટ કરે છે. હવે તેની પાસે શોમાં આવવાનો સમય નથી.”
આ પણ વાંચો: બિગ બી, સલમાન, ઐશ્વર્યા અને શાહરુખ જેવા સેલિબ્રિટીઓને પોતાના ઈશારે નચાવે છે ઈન્ડસ્ટ્રીની આ Bigg Boss
દીપિકા પદુકોણ પર કટાક્ષનું કારણ શું
ઉલ્લેખનીય છે કે, થોડા મહિના પહેલા દીપિકા પદુકોણને ફિલ્મ ‘સ્પિરિટ’માંથી હટાવવામાં આવી હતી, જેનું કારણ ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાએ તેની અનપ્રોફેશનલ માંગણીઓ ગણાવી હતી, જેમાં આઠ કલાકની શિફ્ટની માગ પણ હતી. જેને લઈને હવે ફરાહ ખાને પણ કટાક્ષ કર્યો છે. જોકે, દીપિકા પદુકોણે ફરાહ ખાનની ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’થી બોલીવૂડમાં ડેબ્યુ કર્યું હતું.