સિલ્ક સાડીમાં માહિરાના ગ્લેમર અંદાજને ચાહકો જોઈ દંગ થઈ ગયા, જુઓ વાઈરલ તસવીરો

લોકપ્રિય ટીવી અભિનેત્રી અને બિગ બોસ 13 ફેમ અભિનેત્રી માહિરા શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. એક્ટ્રેસ રોજ પોતાના ગ્લેમરસ અવતારથી ચાહકોને દિવાના બનાવે છે ત્યારે તાજેતરમાં જ એક્ટ્રેસે તેના ટ્રેડિશનલ લૂકની ઘણી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં અભિનેત્રી ટીશ્યુ સિલ્ક સાડી પહેરેલી જોવા મળી હતી, જેમાં તેની કાતિલ અદાઓ જોવા મળી હતી.
આપણ વાંચો: ‘ફાઈટર’ ફેમ અભિનેત્રીના બોલ્ડ અવતારને જોઈને યૂઝર ભડક્યાં, કહ્યું કે…
માહિરાએ સિલ્વર રંગની સાડી પહેરી હતી અને તસવીરોમાં કેમેરા માટે મનમોહક પોઝ આપ્યા હતા. આ ઉપરાંત, અભિનેત્રીએ ઘણી તસવીરોમાં તેની પાતળી કમર પણ બતાવી છે.

માહિરાએ તેના હાથમાં અનેક રંગબેરંગી બંગડીઓ, ખુલ્લા વાળ અને ગ્લોસી મેકઅપ કર્યો છે. તસવીરો શેર કરતી વખતે અભિનેત્રીએ કેપ્શનમાં કંઈક ખાસ લખ્યું છે. અભિનેત્રીએ લખ્યું હતું કે ‘અને પછી કંઈક એવું થયું કે હું મારી પોતાની તસવીરના પ્રેમમાં પડી ગઈ’
માહિરાના આ ફોટા જોઈને તેના ફેન્સ ફરી એકવાર અભિનેત્રીના દિવાના થઈ ગયા છે. દરેક ચાહક કોમેન્ટ સેક્શનમાં માહિરાના વખાણ કરતા જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે માહિરા ટીવીની દુનિયાનો ફેમસ ચહેરો છે. જેણે ‘નાગિન’ અને ‘બિગ બોસ’ સહિત ઘણા હિટ શોમાં કામ કર્યું છે. આ ઉપરાંત તે ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે.