સંજુબાબાના દીકરાને જોઈ ફેન્સને આશ્ચર્ય થયું કારણ કે
દુબઈઃ બોલીવૂડ સ્ટાર સંજય દત્તની હાઈટ અને પર્સનાલિટી અલગ છે. સંજય દત્ત સારી ફિલ્મોને લીધે અને પોતાની સાથે જોડાયેલા વિવાદોને લીધે હંમેશાં ચર્ચામાં રહે છે. જોકે આજે વાત સંજુબાબાની નહીં પણ તેના દીકરાની કરવાની છે. સંજય દત્તનો પરિવાર લાઈમલાઈટથી દૂર રહે છે આથી તેમના વિશે લોકોને થોડી ઓછી જાણકારી હોય છે. સંજય દત્તની ત્રીજી પત્ની માન્યતાથી તેને બે સંતાન છે ત્યારે હવે સંજય દત્તનો દીકરો શહરાન મીડિયાની નજરે ચડ્યો છે.
એક વીડિયો વાયરલ થયો છે તેમાં દુબઈમાં સલમાન સાથે એક ટૉલ-હેન્ડસમ છોકરો દેખાઈ રહ્યો છે. તે સંજય દત્તનો દીકરો શહરાન છે. શહરાન 13 વર્ષનો છે, પણ તેની ઉંચાઈ સૌને ચોંકાવી દે તેવી છે.
આ પણ વાંચો : કરિના કપૂરને સૈફ સાથે લગ્ન કરવા મળી હતી ચેતવણીઃ બેબોએ કર્યો નવો ખુલાસો
સલમાન ખાન આ દિવસોમાં કેટલાક કાર્યક્રમોમાં હાજરી આપવા દુબઈમાં છે. આ દરમિયાન તેણે કરાટે કોમ્બેટ ઈવેન્ટમાં પણ ભાગ લીધો હતો. આ આમંત્રણમાંથી સલમાન ખાનનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેની સાથે સંજય દત્તનો પુત્ર શહરાન જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં બંને એકબીજા સાથે વાત કરતા જોવા મળી રહ્યા છે. હવે સોશિયલ મીડિયા પર આ વીડિયો સામે આવતા જ લોકો સંજુ બાબાના પુત્રને જોઈને આશ્ચર્યચકિત થઈ રહ્યા છે. 13 વર્ષની શાહરાનની ઊંચાઈ જોઈને ચાહકો જોતા જ રહી ગયા છે.
નોંધનીય છે કે શાહરાનની માતા માન્યતાએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે શાહરાન અલ નાસરની અંડર-14 ટીમ માટે ફૂટબોલ રમી રહ્યો છે. શાહરાન દત્તનો જન્મ 21 ઓક્ટોબર 2010ના રોજ થયો હતો. હવે તેણે 13 વર્ષ પૂરા કર્યા છે. સંજય દત્તની પત્ની માન્યતા દત્તે જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. શાહરાનને એક બહેન ઇકરા દત્ત પણ છે. બંને એકદમ સરખા દેખાય છે. જ્યારે પણ આ બંને ક્યાંય જોવા મળે છે ત્યારે તેઓ પોતાના લુકના કારણે ફેમસ થઈ જાય છે. જોકે બન્ને માતા માન્યતા દત્ત જેવા લાગે છે, તેમ ફેન્સ કહે છે. સંજય દત્તની પહેલી પત્ની રીચા શર્મા સાથેના સંબંધોથી થયેલી દીકરી ત્રિશલા પણ અગાઉ ચર્ચામાં હતી.