
વર્સટાઈલ એક્ટર કમલ હાસનનો આજે જન્મદિવસ છે. તમિળ, તેલુગુ, મલ્યાલમ અને હિન્દી ભાષામાં અદ્ભૂત ફિલ્મ આપનારા આ અભિનેતાનું ફેન ફોલોઈંગ જબરું છે અને આજે અભિનેતાએ તેમને ગિફ્ટ આપી છે. 70 વર્ષના કમલ હાસને પોતાની આગામી ફિલ્મે ઠગ લાઈફની રિલિઝ ડેટ જાહેર કરી છે. આ ફિલ્મના પોસ્ટરે અગાઉ ધૂમ મચાવી હતી. ફિલ્મ થિયેટરોમાં 5મી જૂન, 2025ના રોજ રિલિઝ થશે.
Also Read – ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ માટે વિક્રાંત મેસીને મળી રહી છે ધમકીઓ: ગોધરા કાંડની છે સ્ટોરી
આ ફિલ્મમાં મણિરત્નમ અને કમલ હાસનની કમાલ જોવા મળશે, તેવી દર્શકોને અપેક્ષા છે. અભિનેતાના જન્મદિવસ પર દેશભરના સુપર સ્ટાર્સ અને જાણીતી હસ્તીઓ શુભેચ્છાઓ વરસાવી રહ્યા છે.
તમિળનાડુના મુખ્ય પ્રધાન એમ.કે. સ્ટાલિને તેમને શુભેચ્છા આપતા પોતાના ખાસ મિત્ર કહ્યા હતા અને તેમણે નવીનતાના દ્વારા સિનેમાજગત માટે ખોલ્યા છે, તેવી પ્રશંસા પણ કરી હતી. કેરળના મુખ્ય પ્રધાન પિનારાયી વિજયનએ પણ તેમને શુભેચ્છા પાઠવી હતી.
તો દીકરી અને અભિનેત્રી શ્રૃતિ હસને એક ખૂબ જ સરસ ફોટો શેર કરી પિતાને શુભેચ્છા પાઠવી છે. તેણે કેપ્શનમાં લખ્યું છે તમે ખૂબ જ અલગ છો અને તમારી સાથે ચાલવું એટલે કે સમય ગાળવો મને સૌથી વધારે ગમતી વાત છે.
મોહનલાલ સહિત સાઉથ ઈન્ડસ્ટ્રીના ઘણા કલાકારોએ કમલ હાસન સાથેના પોતાના ફોટો શેર કરી તેમને શુભેચ્છા પાઠવી છે.
તો 70 વર્ષની ઉંમરે પણ આટલા ફીટ અને એક્ટિવ રહેતા એક્ટરને ફેન્સએ પણ સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓ પાઠવી છે અને તેમની ફિલ્મની રાહ જોઈ રહ્યા હોવાનું જણાવ્યું છે.