મનોરંજન

Viral Video: ફેને આપી અભિષેક બચ્ચન સાથે કનેક્ટેડ ગિફ્ટ, ઐશ્વર્યા રાયે આપ્યું આવું રિએક્શન…

બોલીવૂડનું પાવર કપલ ગણાતા ઐશ્વર્યા રાય-બચ્ચન અને અભિષેક બચ્ચનની વચ્ચે છેલ્લાં કેટલાક સમયથી કંઈ ઠીક નથી ચાલી રહ્યું. બંને જણ એકબીજાથી અલગ અલગ તો રહે જ છે, પણ સાથે દેખાવવાનું પણ ટાળે છે. પરંતુ આ બધા વચ્ચે ઐશ્વર્યાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક ફેન ઐશ્વર્યાને અભિષેક બચ્ચન સાથે કનેક્ટેડ એક ગિફ્ટ આપે છે અને ત્યાર ઐશ્વર્યાએ આપેલું રિએક્શન જોવા મળી રહ્યું છે. આવો જોઈએ આખરે એવં તે શું ખાસ છે આ વીડિયોમાં-

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલો આ વીડિયો અત્યારનો નહીં પણ 2022નો છે. એ સમયે ઐશ્વર્યા પોતાની ફિલ્મ પોનિયન સેલ્વન 2ની સ્ટાર કાસ્ટ સાથે એ આર રહેમાનના સ્ટુડિયો પર પહોંચી હતી. અહીં એક છોકરી ઐશ્વર્યાની રાહ જોઈ રહી હતી અને ઐશ્વર્યાને જોતા જ તેણે તેની સામે ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન સ્ટારર ફિલ્મ ગુરુનું ગીત તેરે બિના… ગાયું હતું. ફેન તરફથી આટલી સુંદર ભેટ મળતા ઐશ્વર્યા એકદમ ખુશ થઈ ગઈ હતી.

આ પણ વાંચો: એ મારો પહેલો પ્રેમ છે… કોના માટે કહ્યું અભિષેક બચ્ચને? વીડિયો થયો વાઈરલ…

ઐશ્વર્યા છોકરીનું ગીત પૂરું થતાં જ તેને પ્રેમથી ગળે લગાવી લે છે અને તેના અવાજના અને ટેલેન્ટના વખાણ કરે છે. ઐશ્વર્યા પોતાની ફેનના વખાણ કરતાં જણાવે છે કે તેનો અવાજ ખરેખર ખૂબ જ સુંદર છે અને તે સારું ગાય છે. તેના પર ભગવાનના આશિર્વાદ છે. સોશિયલ મીડિયા પર ઐશ્વર્યાનો આ વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ફિલ્મ ગુરુ 2006માં રિલીઝ થઈ હતી. મણિરત્નમની આ ફિલ્મમાં ઐશ્વર્યા અને અભિષેક લીડ રોલમાં જોવા મળ્યા હતા. દર્શકોને બંનેની ઓન સ્ક્રીન કેમેસ્ટ્રી ખૂબ જ પસંદ આવી હતી. આ ફિલ્મમાં મિથુન ચક્રવર્તી, વિદ્યા બાલન અને આર માધવન જેવા કલાકારો પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા.

આ પણ વાંચો: Viral Video: જાહેરમાં Aishwarya Rai-Bachchanએ કરી પતિ અભિષેક બચ્ચન સાથે એવી હરકત કે…

છેલ્લાં કેટલાક સમયથી ઐશ્વર્યા અને અભિષેક બચ્ચન એકબીજાથી દૂર દૂર રહેવાનું પસંદ કરે છે અને તેમના ડિવોર્સનો દાવો કરતાં પણ અનેક રિપોર્ટ સામે આવતા રહે છે. પરંતુ ન્યુ યર પર, દીકરી આરાધ્યા બચ્ચનના સ્કુલના ફંક્શનમાં તેમ જ આશુતોષ ગોવારીકરના દીકરાના લગ્નમાં બંને જણ સાથે જોવા મળ્યા હતા. બંનેને સાથે જોવું એ ફેન્સ માટે એક ટ્રીટ સમાન છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button