Khan Familyની બહુ બનશે આ Famous Heroineની દીકરી?
બોલીવૂડમાં ખાન પરિવારની વાત કરીએ તો બે જ નામ સામે આવે સલમાન ખાન અને શાહરૂખ ખાન (Salman Khan And Shahrukh Khan). હવે બંને ખાનના ઘરે પરણે એવડા છોકરાઓ પણ છે તો આખરે અહીંયા વાત કોની થઈ રહી છે? ચાલો તમને ફોડ પાડીને કહી જ દઈએ કે ભાઈ અને અહીંયા વાત કરીએ રહ્યા છીએ સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાન (Arbaaz Khan) અને તેની એક્સ વાઈફ મલાઈકા અરોરા (Malaika Arora)ના દીકરા અરહાન ખાન (Arhaan Khan)ની.
અરહાન ખાન ડેટિંગ રવિના ટંડન (Raveena Tondon) ની દીકરી રાશા થડાની (Rasha Thadani)ને ડેટ કરી રહ્યો છે, એવી ચર્ચા તો લાંબા સમયથી ઈન્ડસ્ટ્રીમાં ચાલી રહી છે. અરહાન ખાન તેના પોડકાસ્ટ ડમ્બ બિરયાની માટે ઘણા દિવસોથી પણ લાઈમલાઈટમાં છે. પરંતુ હવે અરહાનની લેટેસ્ટ પોસ્ટ પર રાશાએ કરેલી કમેન્ટને કારણે બંનેના અફેરની ચર્ચાએ જોર પણ થાય છે.
અરહાન ખાને તેના ઈન્સ્ટાગ્રામ પર પર કોલેજ ફ્રેન્ડ્સ સાથેના ફોટો પોસ્ટ કર્યા છે, જેમાં અરહાન તેના મિત્રો સાથે મસ્તી કરતો જોવા મળી રહ્યો છે. પ્રથમ ફોટામાં, અરબાઝ ખાન બ્લેક એન્ડ વ્હાઇટ સૂટમાં હસતાં હસતાં સ્માર્ટ દેખાઈ રહ્યો છે. બીજા ફોટોમાં તે બીજા મિત્રની મદદથી તેના કોઈ મિત્રને ઉપાડી રહ્યો છે. અરહાનનો આગળનો ફોટો તેના ગ્રુપ સાથેની કેટલીક મજેદાર પળો દર્શાવે છે. જ્યારે છેલ્લા ફોટામાં તે તેના પ્રિય મિત્ર સાથે પોઝ આપતો જોવા મળે છે. આ તસવીરો શેર કરતી વખતે અરહાને લખ્યું હતું કે કોલેજ પોસ્ટ-ક્રેડિટ સીન… અરહાનની આ પોસ્ટ પર તેની કથિત ગર્લફ્રેન્ડ રાશા થડાનીએ લખ્યું હતું બધાઈ હો.
જોકે, આ પહેલી વખત નથી ભૂતકાળમાં પણ ઘણી વખત અરહાન ખાન અને રાશા થડાની શહેરમાં સાથે ફરતા જોવા મળ્યા છે. બંને જણ ઘણી વખત સાથે જોવા મળતા હોય છે અને આ જ કારણે બંને વચ્ચે કંઈક રંધાઈ રહ્યું હોવાની ચર્ચા ચાલતી હોય છે. જોકે, બંનેમાંથી હજુ સુધી કોઈએ પણ આ સંબંધ વિશે કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી આપ્યું.