ધ ફેમિલી મેન-3 ગજબ બવાલ મચાવશે ઓટીટી પ્લેટફોર્મ પર… ફર્સ્ટ લૂક જોઈને ફેન્સ થયા બેકાબુ…

હાલમાં જમાનો ઓટીટી પ્લેટફોર્મ અને વેબસિરીઝનો છે. ઓટીટી પર ઠલવાતી ઢગલો વેબસિરીઝમાં કેટલીક વેબસિરીઝ તમારા મગજ પર પોતાની આગવી છાપ છોડવામાં સફળ રહે છે તો કેટલીક જોઈને એવું લાગે કે ક્યાં ટાઈમ વેસ્ટ કર્યો એમ. મનોજ બાજપેયી સ્ટારર ધ ફેમિલી મેન આવી જ એક દર્શકોને જકડી રાખતી વેબસિરીઝ હતી અને હવે ફેન્સ આતુરતાપૂર્વક સિરીઝના ત્રીજા ભાગની રાહ જોઈ રહ્યા છે. હાલમાં જ ધ ફેમિલી મેન થ્રીના એક્ટર્સનો ફર્સ્ટ લૂક જાહેર કરવામાં આવ્યો છે અને એની એનાઉન્સમેન્ટ કરતો વીડિયો પણ શેક કરવામાં આવ્યો હતો. હવે આ સિરીઝમાં બે નવા સ્ટાર્સની એન્ટ્રી થઈ છે. ચાલો જોઈએ કયા છે આ બે નવા સ્ટાર્સ અને કેવા છે એમના લૂક-
ધ ફેમિલી મેન 3ના મેકર્સે ફેન્સને શુક્રવારે સરપ્રાઈઝ આપતા ત્રીજી સિઝનની એનાઉન્સમેન્ટ કરી હતી. આ વીડિયો પ્રાઈમ વીડિયોની યુટ્યૂબ ચેનલ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોની શરૂઆત 2019માં પહેલાં સિઝનની સાથે થાય છે. ત્યાર બાદ બીજી સિઝનની ઝલક અને ત્યાર બાદ અંતમાં ત્રીજી સિઝનની બબાલ ચાલુ થાય છે.
આ સિરીઝની ત્રીજી સિઝન પહેલી અને બીજી સિઝન કરતાં ધમાકેદાર રહેશે, કારણ કે આમાં મનોજ બાજપેયી સાથે નિમ્રત કૌર અને જયદીપ અહલાવત જેવા દમદાર એક્ટર્સની એન્ટ્રી થઈ છે. જયદીપ પણ આ સિઝનમાં એકદમ દમદાર રોલમાં જોવા મળશે.
અહીંયા તમારી જાણ માટે કે હજી સિરીઝની એનાઉન્સમેન્ટ જ થઈ છે અને તેની રિલીઝ ડેટની એનાઉન્સમેન્ટ થઈ નથી. જોકે, એવું કહેવાઈ રહ્યું છે કે આ સિઝન આ જ વર્ષે રિલીઝ થશે. ત્રીજી સિઝનમાં મનોજ બાજપેયી એટલે શ્રીકાંત તિવારીની ટક્કર તેના નવા દુશ્મનો સાથે થશે અને આ નવા દુશ્મનો બીજા કોઈ નહીં પણ નિમ્રત કૌર અને જયદીપ અહલાવત છે.
આ વીડિયો જોયા બાદ ફેન્સ તેના પર કમેન્ટ કરીને પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે ગજબ બવાલ, બેમિસાલ. બીજા એક યુઝરે લખ્યું હતું કે જયદીપ અહલાવત પાતાલ લોકથી ફેમિલી મેન 3માં… બીજા એક યુઝરે લખ્યું હતું કે યે તો હિટ હૈ બોસ.. ચોથા એક યુઝરે લખ્યું હતું કે હું તો જયદીપ અહલાવત માટે એક્સાઈટેડ છું..
આપણ વાંચો : આ કારણે 14 વર્ષથી ડિનર નથી કર્યું બોલીવૂડના દિગ્ગજ અભિનેતાએ, કારણ જાણીને ચોંકી ઉઠશો…