Fact Check: દીપિકા-રણવીરે પુત્રી Dua સાથે કરાવ્યું ફોટોશૂટ, આ છે હકીકત

મુંબઈઃ દીપિકા પાદુકોણ (deepika padukone) અને રણવીર સિંહે (ranveer singh) વર્ષ 2024માં જ્યારે તેમની પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી.. દીપિકાએ સપ્ટેમ્બર મહિનામાં એક સુંદર દીકરીને જન્મ આપ્યો હતો. તેમણે તેની દીકરીનું નામ દુઆ રાખ્યું છે. નેટીઝન્સ બાળકીની એક ઝલક જોવા માટે ઉત્સુક છે. જોકે, કપલ પોતાના બાળકને કેમેરાની નજરથી દૂર રાખી રહ્યું છે. આ દરમિયાન સોશિયલ મીડિયા (social video) પર એક તસવીર વાઇરલ (viral photo) થઈ છે. જેમાં દીપિકા અને રણવીર હાથમાં એક છોકરી સાથે પોઝ આપી રહ્યા છે.
દુઆ પાદુકોણની પહેલી તસવીર સામે આવી છે
સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા ફોટામાં, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ બેઠા છે અને એક લીટલ પ્રિન્સેસ તેમના ખોળામાં બેસાડી છે. ત્રણેય કેમેરા સામે પ્રેમથી પોઝ આપી રહ્યા છે. બીજી તસવીરમાં દંપતિએ બાળકીને ખોળામાં રાખીને ચહેરો બતાવ્યા વગર પોઝ આપ્યો હતો. જો કે ફોટામાં દેખાતી બાળકી દુઆ નથી. આ AI જનરેટેડ તસવીર છે.
Also read: ‘ડકૈત’ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરાયું: મૃણાલ ઠાકુર સાથે બીજું કોણ હશે, જાણો?
વાઇરલ ફોટા પર ફેન્સે કોમેન્ટ કરી
વાઇરલ ફોટા પર ફેન્સ એક પછી એક કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “વાહ, આ ખૂબ જ ક્યૂટ છે… સુંદર લાગી રહ્યા છે.” અન્ય એક યુઝરે લખ્યું, “આ સુંદર બાળકની સામે દરેક જણ ફેલ છે… શું આ ખરેખર અસલી ફોટા છે?” હાલમાં જ દીપિકા તેની બાળકી સાથે જોવા મળી હતી. અભિનેત્રી દ્વારા સ્ટાર કિડનો ચહેરો છુપાયેલો હોવા છતાં, તેના નાના પગ અને હાથોએ ઘણી લાઇમલાઇટ ખેંચી હતી.