મનોરંજન

1.55 લાખ રૂપિયાનું ચિપ્સનું પેકેટ?! Orryએ તો હદ કરી દીધી ભાઈસાબ…

સ્ટાર કિડ્સના લાડકા અને પેપ્ઝના ફેવરેટ, અંબાણી પરિવારની લેડિઝ ક્લબના ક્લોઝ એવા ઓરી ઉર્ફે ઓરહાન અવત્રમણિ હંમેશા પોતાની ફેશન અને લક્ઝુરિયસ લાફઈસ્ટાઈલથી સૌને ચોંકાવી દેતો હોય છે. હાલમાં પેપ્ઝને પોઝ આપી રહેલાં ઓરીના હાથમાં એક એવી વસ્તુ જોવા મળી હતી કે જે જોઈને હાજર તમામ લોકો ચોંકી ઉઠ્યા હતા. આ સમયે ઓરીના હાથમાં એક ખાલી ચિપ્સનું પેકેટ જોવા મળ્યું હતું અને આ પેકેટની કિંમત આશરે 1.55 લાખ રૂપિયા હોવાનો દાવો કરાઈ રહ્યો છે. હવે તમને થશે કે આખરે એવું કે શું ખાસ છે આ ચિપ્સના પેકેટની તો ચાલો તમને એ વિશે જણાવીએ-

આ પણ વાંચો: Nepotismને લઈને Orryએ આ શું કહ્યું?

વાત જાણે એમ છે કે ઓરી રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના ઘરે ગણપતિ બાપ્પાના દર્શન કરવા પહોંચ્યો હતો. પાછા ફરતી વખતે તેણે પેપ્ઝને હર હંમેશની જેમ પોઝ આપ્યા હતા. એ સમયે લોકોનું ધ્યાન તેના હાથમાં રહેલાં ચિપ્સના પેકેટ પર પડી હતી. આ ચિપ્સનું પેકેટ એટલે ઓરીની બેગ હતી. ઓરીના હાથમાં Balenciaga બ્રાન્ડની બેગ જોવા મળી હતી. આ એ જ બ્રાન્ડ છે જે પોતાના અળવિતરા પ્રોડક્ટ્સ લોન્ચ કરવા માટે જાણીતી છે.

આ પણ વાંચો: ફાટેલાં કપડાં, વિચિત્ર વાળ આ શું થઈ ગયું Orryને? Janhvi Kapoor પણ ડરી ગઈ…

હાલમાં જ આ જાણીતી વિવાદાસ્પ બ્રાન્ડે ચિપ્સ બેગ લોન્ચ કરી હતી અને તેનું આ બેગ એકદમ આબેહૂબ ખાલી ચિપ્સના પેકેટ જેવું જ લાગે છે. ઈન્ટરનેટ પર જ્યારે આ બેગની કિંમત વિશે ખાંખાખોળા કર્યા ત્યારે આ બેગની કિંમત 1.55 લાખ રૂપિયા હોવાનું જાણવા મળ્યું હતું. ઈન્ટરનેટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર આ ચિપ્સના પેકેટવાળા અતરંગી બેગને વાછરડાના ચામડામાંથી બનાવવામાં આવે છે અને એના પર બ્રાન્ડનો મોટો લોગો પણ લગાવવામાં આવ્યો છે. આ બેગને અલગ અલગ ફ્લેવરની જેમ અલગ અલગ કલરમાંથી બનાવવામાં આવી છે.

આ પણ વાંચો: ઈવેન્ટમાં હાજરી આપવા માટે Orry વસૂલે છે એટલી ફી કે…

વાત કરીએ ઓરીના લૂકની તો આ સમયે ઓરી એકદમ દેસી અંદાજમાં જોવા મળ્યો હતો. ઓરેન્જ કલરના સિલ્કના કુર્તા સાથે તેણે વ્હાઈટ પાયજામો અને બ્રાઉન કલરના લોફર સ્ટાઈલ કર્યા હતા. ઓરીનો આ દેસી મુંડાવાળો લૂક લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો. ભાઈ ઓરી તો ઓરી છે, એને જ આવા મોંઘા મોંઘા શોખ પોષાય…

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button