Alia Bhatt પાસેથી દરેક માતાએ શિખવા જેવું છે…
આજકાલ તમને દરેક નાનકડું બાળક પણ મોબાઈલથી રમતું, મોબાઈલમાં ખોવાયેલું જોવા મળશે. બે-અઢી વર્ષના ટેણિયાને જમાડવા કે નવડાવવા મમ્મીઓ તેમને હાથમાં મોબાઈલ પકડાવે છે. આનું કારણ શું છે. આનું કારણ એ છે બાળકો પોતાના માતા-પિતા અને આસપાસના લોકોને જ મોબાઈલ પર બિઝ જૂએ છે. બાળક જરાક રડે એટલે તેના હાથમાં મોબાઈલ આપી, કાર્ટૂંન ચાલુ કરી તેને શાંત પાડી દેવામાં આવે છે. ત્યારે બોલીવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ દરેક માતાને કંઈક શિખવતી હોય તેમ લાગે છે.
હાલમાં જ આલિયાનો એક ફોટો વાયરલ થયો છે, જે જોઈ સૌ કોઈ તેના પર ફીદા થઈ ગયા છે. આલિયા એક કાઉચ પર સૂતી છે અને તેણે પુત્રી રાહાને છાતીસરસી ચાંપી રાખી છે અને આલિયા એક બૂક વાંચી રહી છે અને લાગી રહ્યું છે કે તેમાં જે પિક્ચર્સ છે તે આલિયાને બતાવી રહી છે.
બૂકનું નામ છે Baby Be Kind. આ ફોટો ખૂબ જ સરસ છે. માતા જો વાંચતી દેખાશે તો બાળક પણ તેમને જોઈ બૂક હાથમાં લેશે. બૂકમાંથી કરવામાં આવતું વાંચન વધારે સારી રીતે સમજી શકાય છે અને યાદ રહે છે. આ સાથે નાનું બાળક મોબાઈલમાં જોઈ છે તેથી સ્ક્રીનને લીધે તેની આંખોને નુકસાન થાય છે. મોબાઈલના રેઝ તેના શરીરને પણ અસર કરે છે, આથી બને ત્યાં સુધી પરિવારે જ બાળક સામે મોબાઈલનો ઉપયોગ ઓછો કરવો જોઈએ.
આ વાયરલ પિક્ચરને જોઈ યુઝર્સ પણ સારી કમેન્ટ્સ આપી રહ્યા છે. સૌ કોઈ માતાને વખાણી રહ્યા છે કે તે આલિયાને સારા બનવા માટે સલાહ આપી રહી છે.