લગ્ન કર્યા વિના પણ ફિલ્મી દુનિયામાં તબુનો છે દબદબો, જાણો કઈ રીતે?
મુંબઈ: ફિલ્મોમાં પોતાના અભિનય અને અદાને કારણે પ્રખ્યાત બનેલી અભિનેત્રી તબુ તેની નવી ફિલ્મ ‘ક્રૂ’ને લઈને આજ કાલ ફરી લાઇમલાઇટમાં આવી છે. બૉલીવૂડમાં એન્ટ્રી કરતાં જ ફિલ્મોમાંથી તબુએ ટૂંકા સમયમાં પ્રસિદ્ધિ મેળવી હતી. બાવન વર્ષની તબુએ તેના સફળ ફિલ્મ કરિયરની કમાણીથી પોતાની માટે દરેક પ્રકારની સુખ સુવિધાઓ મેળવી છે અને આજે તે એકસ્ટ્રા લક્ઝરી લાઈફ જીવી રહી છે, જ્યારે આજે પણ ફિલ્મી દુનિયામાં તેની એક્ટિંગને કારણે દબદબો ધરાવી રહી છે.
‘વિરાસત’, ‘અસ્તિત્વ’, ‘ચાંદની બાર’, ‘મકબૂલ’, ‘ચીની કમ’, ‘હૈદર’, ‘લાઈફ ઓફ પાઈ’, ‘દ્રશ્યમ’, ‘ગોલમાલ અગેઈન’ અને ‘ભૂલ ભૂલૈયા 2’ જેવી અનેક બેકટુ બેક હીટ ફિલ્મો તબુએ આપી હતી. તબુએ તેના ફિલ્મ કરિયરમાં હોરર, કોમેડી, થ્રીલર, એક્શન, ઈમોશનલ વગરે ફિલ્મોમાં કામ કરવાની સાથે હૉલીવૂડ અને તમિલ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. અનેક હીટ અને પ્રખ્યાત ફિલ્મોમાં કામ કરનારી તબુ 52 વર્ષની છે અને તેણે લગ્ન પણ કર્યા નથી. તબુ પાસે લગભગ 22 કરોડ રૂપિયાની મિલકત હોવાનો દાવો એક અહેવાલમાં કરવામાં આવ્યો છે.
આ અહેવાલ મુજબ આજના સમયમાં અભિનેત્રી તબુ એક ફિલ્મ માટે બેથી ચાર કરોડ રૂપિયાની ફી લે છે અને તબુને તેની નવી ફિલ્મ ક્રૂ’ માટે બેથી ત્રણ કરોડ રૂપિયા લીધા હોવાની માહિતી મળી છે. આ ફિલ્મમાં તબુની સાથે કરીના કપૂર, ક્રુતિ સેનન, દિલજીત દોસાંજ અને કપિલ શર્મા પણ મહત્ત્વની ભૂમિકામાં છે. તબુ ફિલ્મોમાં તો મોટી ફી લે જ છે પણ આ સાથે તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને પ્રમોશનમાંથી પણ મોટી કમાણી કરે છે.
એક અહેવાલ મુજબ મુંબઈ સાથે ગોવા અને હૈદરાબાદમાં અભિનેત્રી તબુ પાસે કરોડો રૂપિયાના બંગલા પણ છે. ફિલ્મ, જાહેરાત અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને પ્રમોશનમાંથી કરેલી કમાણીથી તબુ એક આલીશાન લાઈફ જીવી રહી છે, એવું કહી શકાય. આ સાથે તબુને લક્ઝરી કારનો પણ ખૂબ શોખ છે તેમ જ તેની પાસે ઓડીઆઇ, જેગ્વાર જેવી અનેક કારનું પણ કલેક્શન છે.