ઘોડેસવારી, બિકીનીને કારણે લાઈમલાઈટમાં રહેનારી આ અબજોપતિની દીકરી છે ચર્ચામાં… | મુંબઈ સમાચાર

ઘોડેસવારી, બિકીનીને કારણે લાઈમલાઈટમાં રહેનારી આ અબજોપતિની દીકરી છે ચર્ચામાં…

સ્ટીવ જોબ્સની દીકરી કે જેના આ અઠવાડિયે લગ્ન થવા જઈ રહ્યા છે અને આ લગ્ન હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચા થઈ રહ્યા છે. પરંતુ આ સિવાય પણ સ્ટીવ જોબ્સની આ લાડકવાયી બીજા કારણોસર પણ ચર્ચામાં રહે છે. તમને જાણીને નવાઈ લાગશે કે સ્ટીવ જોબ્સની દીકરી એક મોડેલ છે અને એનું નામ ઈબા જોબ્સ છે. 27 વર્ષની ઈવા પોતાના લગ્નને કારણે ચર્ચામાં આવી છે.

સ્ટીવ જોબ્સની દીકરી ઈવા જોબ્સ ઓલમ્પિકમાં ઘોડેસવારીમાં ગોલ્ડ મેડલ જિતનારા હેરી ચાર્લ્સ સાથે લગ્ન કરવાની છે અને તમારી જાણ માટે કે ઈવા ખુદ પણ એક સારી ઘોડેસવાર છે. મોડેલિંગની સાથે સાથે ઈવા અનેર હોર્સ રાઈડિંગની સ્પર્ધામાં ભાગ લઈ ચૂકી છે. ઈવાના લગ્નમાં કમલા હેરિસ હાજરી આપશે એવી શક્યતા છે, કારણ કે કમલા ઈવાની માતાની ફ્રેન્ડ છે.

આ પણ વાંચો: સ્ટીવ જૉબ્સ અને માર્ક ઝુકરબર્ગના આવા જબરા ફેન? ફિલ્મસ્ટારને પણ ઈર્ષા આવશે

ઈવાના લગ્ન બ્રિટીશ ગ્રામીણ ક્ષેત્રમાં કોઈ જગ્યા પર યોજાવવા જઈ રહ્યા છે. આ લગ્નમાં 6.7 મિલિયન ડોલરનો ખર્ચ થવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. ટેક વર્લ્ડનાં દિગ્ગજ જેનિફર અને ફોએબ ગેટ્સ પણ આ લગ્નમાં હાજરી આપશે એવી એક શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

ઈવા અને હેરીએ 2024મા પેરિસમાં યોજાયેલી ઓલમ્પિક ગેમ્સમાં પોતાની રિલેશનશિપની ઓફિશિયલી એનાઉન્સમેન્ટ કરી હતી. ઈવાએ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીથી અભ્યાસ કર્યો છે અને મોડેલ તરીકે તેણે પેરિસ ફેશન વીકમાં કેટવોક કર્યું હતું. ઈવા જોબ્સે હાલમાં ડીએનએ મોડેલ મેનજેમેન્ટ સાથે એગ્રિમેન્ટ કર્યો છે અને તે જાપાનના કવરપેજ પર છવાઈ હતી. આ સાથે જ તે લૂઈ વૂઈટનના એક કેમ્પેઈનમાં પણ જોવા મળી હતી.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button