મનોરંજન

અભિનેત્રી ઈશા ગુપ્તા માતા સાથે મહાકુંભમાં પહોંચી, વ્યવસ્થા અંગે શું કહ્યું?

પ્રયાગરાજઃ હાલ દેશવિદેશથી લોકો સંગમમાં ડૂબકી લગાવવા પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. ફિલ્મ અભિનેત્રી ઈશા ગુપ્તાએ ગુરુવારે સંગમમાં ડૂબકી લગાવી હતી. ઈશા તેની માતા સાથે પ્રયાગરાજમાં ગઈ હતી. ઈશાએ અહીંની વ્યવસ્થા માટે યોગી સરકારની પ્રશંસા કરીને કહ્યું હતું કે અહીં આવીને સારી અનુભૂતિ થઈ છે. યુપી સરકારે અહીં ખૂબ જ સારી વ્યવસ્થા કરી છે.

નાનપણથી સાંભળતા આવ્યા છીએ કે કુંભમાં એટલી ભીડ હોય છે કે અહીં આવ્યા પછી લોકો ખોવાઈ જાય છે. મેં સોશિયલ મીડિયા પર એક રીલ જોઈ હતી, જેમાં એક વૃદ્ધ મહિલા ખોવાઈ ગઈ હતી. પરંતુ સરકારે એટલી સારી વ્યવસ્થા કરી છે કે જેઓ ખોવાઈ ગયા હતા તેઓ તેમના પરિવાર સાથે ફરી મળ્યા હતા.

આસ્થા, આધ્યાત્મિકતા અને સનાતન પરંપરાઓના વિશાળ મેળાવડા અને વિશ્વના સૌથી મોટા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ મહાકુંભમાં ભાગ લેવા સંગમ નગરી પ્રયાગરાજ પહોંચેલી બોલિવૂડ અભિનેત્રી એશા ગુપ્તા, તેની માતા સામાજિક કાર્યકર રેખા ગુપ્તા અને અને આંતરરાષ્ટ્રીય કથાકાર શ્રી ઈન્દ્રેશ ઉપાધ્યાયને નંદી સેવા સંસ્થાનની શિબિરમાં ઉત્તર પ્રદેશ સરકારના ઔદ્યોગિક વિકાસ મંત્રી નંદ ગોપાલ ગુપ્તા નંદીએ આવકાર્યા હતા અને અભિનંદન પાઠવ્યા હતા.

આ પણ વાંચો : મહાકુંભની મોનાલિસાની તકદીર આડેથી પાંદડું હટ્યું, મળી બોલિવૂડ ફિલ્મ

તમામ મહેમાનો મહાકુંભની ભવ્યતા, દિવ્યતા અને વૈભવથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. તેમણે તીર્થરાજ પ્રયાગરાજને પ્રણામ કર્યા હતા. અભિનેત્રી ઈશા ગુપ્તાએ વિશ્વના સૌથી મોટા કાર્યક્રમમાં વ્યવસ્થાઓ માટે પીએમ મોદી અને સીએમ યોગીની પ્રશંસા કરતા યુવાનોને ખાસ સંદેશ આપ્યો હતો. તેણે કહ્યું, “તમે કોઈ પણ ધર્મના હો, ફક્ત પ્રમાણિક બનો. વિદેશથી પણ લોકો અહીં સ્નાન કરવા આવે છે, તો તમે પણ આવો.

અનેક જાણીતી હસ્તીઓ અને કલાકારોએ સંગમમાં સ્નાન કર્યું

અભિનેત્રી ઈશા ગુપ્તા પહેલા પૂનમ પાંડે, કીટુ ગીડવાણી, ફિલ્મ નિર્માતા કબીર ખાન, કોમેડિયન-એક્ટર સુનીલ ગ્રોવર, ગાયક-અભિનેતા ગુરુ રંધાવા, અવિનાશ તિવારી, અનુપમ ખેર, ભાગ્યશ્રી, રેમો ડિસોઝા, સિદ્ધાર્થ નિગમ, પ્રિયંકા ચોપરાની માતા મધુ ચોપરા, તનિષા મુખર્જી, મમતા કુલકર્ણી સહિત અનેક હસ્તીઓ મહાકુંભમાં આવી ચુકી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button