છૂટાછેડા પછી એશા દેઓલ જાહેરમાં પૂર્વ પતિ સાથે જોવા મળી, લોકોએ ચોંકાવનારી આપી પ્રતિક્રિયા | મુંબઈ સમાચાર

છૂટાછેડા પછી એશા દેઓલ જાહેરમાં પૂર્વ પતિ સાથે જોવા મળી, લોકોએ ચોંકાવનારી આપી પ્રતિક્રિયા

હેમા માલિનીની લાડલી અભિનેત્રી એશા દેઓલ છેલ્લા એક વર્ષથી સમાચારમાં છે . એક તરફ તેના પુનરાગમનની ચર્ચા છે, તો બીજી તરફ તેના છૂટાછેડાના સમાચાર હેડલાઇન્સમાં રહ્યા હતા. હવે ફરી એકવાર અભિનેત્રી સમાચારમાં છે અને આ વખતે તેનો વાયરલ વીડિયો લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે.

છૂટાછેડા બાદ તે પહેલીવાર તેના પૂર્વ પતિ ભરત તખ્તાની સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. આ પછી બંને વિશે ચર્ચાઓ શરૂ થઈ ગઈ. છૂટાછેડા પછી આ પહેલી વાર છે જ્યારે બંને જાહેરમાં સાથે જોવા મળ્યા છે. હવે આ વીડિયો જોયા પછી અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે.

આપણ વાંચો: એશા દેઓલે અમીષા પટેલનો રોલ છીનવી લીધો? અમીષાના આરોપનો એશાએ આપ્યો આ જવાબ…

ગયા વર્ષે ફેબ્રુઆરી 2024 માં બંને અલગ થઈ ગયા હતા અને ત્યાર બાદ તેઓ પહેલીવાર જાહેરમાં સાથે દેખાયા છે. પાપારાઝીએ તરત જ આ ક્ષણને કેમેરામાં કેદ કરી લીધી હતી અને તેનો વીડિયો શેર કર્યો હતો.

વીડિયોમાં જોઈ શકાય છે કે, સૌથી પહેલા ભરત કારમાંથી બહાર નીકળે છે, ત્યારબાદ ઈશા આવે છે અને તે પાપારાઝી સાથે વાત કરવાનું શરૂ કરે છે. મીડિયાને જોઈને, ભરત તેમનાથી દૂર રહે છે અને ઝડપથી પોતાનો સામાન લઈને ટર્મિનલ તરફ આગળ વધે છે. થોડીવાર પાપારાઝી સાથે ફોટા પડાવ્યા પછી ઈશા પણ ભરત સાથે એરપોર્ટની અંદર જાય છે. બંનેને સાથે જોઈને બધા ચોંકી જાય છે.

આપણ વાંચો: Esha Deol Divorce: ધર્મેન્દ્ર-હેમા માલિનીની પુત્રી ઇશા દેઓલ અને ભરત તખ્તાનીના તૂટ્યા લગ્ન

આ મુલાકાત ઈશાએ તાજેતરમાં એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કર્યાના થોડા દિવસો પછી થઈ. ફાધર્સ ડે પર, તેણે એક ફેમિલી ફોટો શેર કર્યો હતો જેમાં તે તેના પિતા ધર્મેન્દ્ર અને ભરત વચ્ચે બેઠેલી જોવા મળી હતી.

આ પોસ્ટમાં, તેણે લખ્યું હતું, ‘હેપ્પી ફાધર્સ ડે. અહીં મારા પપ્પા અને મારા બાળકોના પિતા સાથે.’ આ તસવીર દર્શાવે છે કે ઈશા અને ભરત હજુ પણ એકબીજા પ્રત્યે આદર ધરાવે છે.

અગાઉ એક ઇન્ટરવ્યૂમાં ઈશાએ કહ્યું હતું કે, ‘હું મારી જાતને સિંગલ મધર તરીકે જોતી નથી કારણ કે હું આવું વર્તન કરતી નથી અને બીજાને પણ મારી સાથે આવું કરવા દેતી નથી. ક્યારેક જીવનમાં સંજોગો બદલાય છે અને જો બે લોકો વચ્ચેનો સંબંધ સફળ ન થાય, ખાસ કરીને જ્યારે બાળકો હોય, તો તે બંનેએ સાથે મળીને એક નવો રસ્તો શોધવો જોઈએ જેથી બાળકોનો ઉછેર સારી રીતે થઈ શકે. અમે બંને આ જ કરી રહ્યા છીએ.’

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button